વિરપુર, વિરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ ચોકડી પાસે ટ્રેક્ટર ચાલક ગફલત ભરી હંકારી આવી શાકભાજીની લારીવાળાને અડફેટે લેતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે મળતી વિગતો અનુસાર વિરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ ચોકડી પાસે ટ્રેક્ટર ચાલક પોતાનુ ટ્રેક્ટર નંબર GJ.35. N.1639 લઈને ગફલત ભરી રીતે હંકારી અને લોકોના જીવ જોખમમાં મૂકાયા. તેવી રીતે હંકારી આવી રસ્તાની બાજુમાં ઉભેલી શાકભાજીના લારીવાળાને જોરદાર ટક્કર મારતાં શાકભાજીની લારી રસ્તા વચ્ચે ઊંધી થઈ જતાં સમગ્ર રસ્તા પર શાકભાજી ફેલાઈ ગઈ હતી. ઉપરાંત વિજપુલ તૂટી જતા થોડા સમય પૂરતો વીરપુરમાં વિજપુરવઠો ખોરવાઈ જતા ધંધા રોજગાર પર અસર પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ જીવિત વિજ વાયરોનું ટ્રાન્સફ્રમર બિલકુલ લારી ગલ્લાને અડકીને આવેલું છે. કદાચ સીધું ટ્રેક્ટર ટ્રાન્સફમર સાથે અથડાયું હોત તો કેટલાય રાહદારીઓના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહિ. ટ્રેક્ટર ચાલક શાકભાજી વેચનાર વેપારીને પણ જોરદાર ટક્કર મારતાં વેપારી પણ રસ્તા વચ્ચે પડી ગયો હતો. જોકે, શાકભાજી વેચનાર વેપારીને શરીરના ભાગે ઈજાઓ થતાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આવી ગફલત ભરી રીતે વાહન હંકારતા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનીકોની માંગ ઉઠી છે..