ધાનપુરના ખોખરામાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ભરાયા

ધાનપુર, ધાનપુર તાલુકાના ખોખરા ગામમાં નલ સે જલ યોજનાની મુખ્ય લાઈન પસાર થઈ છે. ત્યારે આ પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા કેટલાક સમયથી ખોખરામાં લીકેજ થતાં ખેડુતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખોખરામાં નલ સે નલ યોજના અંતર્ગત કામગીરી પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં હાફેશ્ર્વર જળાશય યોજના હેઠળ તમામ તાલુકાઓમાં વાસ્મો યોજના હેઠળ નલ સે જલ યોજનાની કામગીરી સોંપવામાં આવી હોય છે ત્યારે સરકાર દ્વારા એડીચોટીનુ જોર કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ધાનપુર તાલુકામાં કેટલાક કોન્ટ્રાકટ દ્વારા વાસ્મો યોજના હેઠળ નલ સે જલ યોજનાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.