મધ્યપ્રદેશ માં લાડલી બહેનાથી મહિલાઓ વૉટર્સનો મેળવ્યો પ્રેમ, હિન્દુત્વએ આપી ધાર

મધ્યપ્રદેશમાં 16 વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહેલા શિવરાજ વોટર્સ સામે પોતે પણ એક બ્રાન્ડ બની ગયાં છે.  આ સમયગાળામાં તેમણે MPને બીમાર રાજ્યોની કેટેગરીમાંથી બહાર નિકાળ્યું અને અનેક શહેરોની કાયા પલ્ટી દીધી. હિંદુત્વનાં રથ પર સવાર શિવરાજ ફિલહાલ રાજ્યમાં લોકોની પહેલી પસંદ બનતું દેખાઈ રહ્યું છે.  બ્રાન્ડ શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં આખરે કેવી રીતે પૉલિટિકલ ચમત્કાર કર્યો?

મધ્યપ્રદેશમાં ભાજપની જીત પાછળ મહિલા મતદારોની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. લાડલી બ્રાહ્મણ યોજનાનો દાવ ભાજપ માટે ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઈ. લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ એક કરોડ 31 લાખ મહિલાઓના ખાતામાં 1250 રૂપિયાના બે હપ્તા આપવામાં આવ્યા છે. જેનો ફાયદો ભાજપને થયો છે. એક્ઝિટ પોલ અનુસાર મહિલાઓએ કોંગ્રેસ કરતાં ભાજપને વધુ વોટ આપ્યા છે. રાજ્યમાં 34 બેઠકો પર મહિલાઓએ પુરુષો કરતાં વધુ મતદાન કર્યું છે. આ યોજનાએ શિવરાજની રાજનૈતિક કિસ્મત પલટી દીધી.  પ્રદેશની દીકરીઓએ પોતાના મામા શિવરાજ સિંહને ફરી મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યાં.

આ ચૂંટણીમાં શિવરાજે ન માત્ર આ સ્કીમનો પ્રચાર કર્યો પણ પોતાના જૂના રેકોર્ડસ્ પણ દર્શાવ્યાં અને પોતાના 16 વર્ષનાં ગર્વનંસની માહિતી આપી. આ સિવાય શિવરાજે કલ્યાણકારી ઘોષણાઓની વર્ષા કરી દીધી. તેમણે રાજ્યનાં 30 લાખ જૂનિયર સ્તરનાં કર્મચારીઓ માટે વેતન અને ભથ્થાંમાં વૃદ્ધિ કરી. આંગણવાડીનાં કાર્યકર્તાઓને પણ ભેટ આપી અને તેમના વેતનને 10000 રૂપિયાથી વધારીને 13000 રૂપિયા કર્યાં. 

મધ્યપ્રદેશમાં 16 વર્ષો સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા શિવરાજ સિંહ માટે આ ચૂંટણીને લઈને સૌથી સારી વાત તો એ હતી કે તેમને પાર્ટીની અંદર કોઈ વાદ-વિવાદનો સામનો નહોતો કરવો પડ્યો. શિવરાજની સામે કૈલાશ વિજયવર્ગીય, નરેન્દ્ર સિંહ તોમર, ગણેળશ સિંહ, રાકેશ સિંહ, પ્રહ્લાદ સિંહ પટેલ, ફગ્ગન સિંહ કુલસ્તે જેવા નેતાઓ હતાં જે શિવરાજસિંહને પડકારી શકતાં હતાં તેમને પાર્ટીએ ચૂંટણીનાં મેદાનમાં ઊતાર્યું અને પોતાની યોગ્યતા સાબિત કરવા માટે કહ્યું. 

મધ્યપ્રદેશમાં ભાજપે ખુલ્લેઆમ હિન્દુત્વનો દાવ રમ્યો હતો. શિવરાજ, અમિત શાહ અને યોગી આદિત્યનાથ સહિત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓએ હિન્દુત્વનો એજન્ડા સેટ કર્યો. આ જ કારણ હતું કે આ વખતે ભાજપે એમપીમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર બનાવ્યો નથી. સીએમ યોગી અને અમિત શાહે તેમની દરેક રેલીમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ઉલ્લેખ કર્યો. આ સિવાય અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે પણ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે ભાજપ માટે રાજકીય રીતે ફાયદાકારક સાબિત થયું છે. એટલું જ નહીં શિવરાજે રાજ્યમાં મંદિરોનું ચિત્ર જ બદલી દીધું.  તેઓએ આધ્યાત્મિકતાની સાથે-સાથે આધુનિકતાને પણ પ્રોત્સાહન આપ્યું. શિવરાજે રાજ્યનાં ચાર મંદિરો- સલકનપુરમાં દેવીલોક, ઓરછામાં રામલોક, સાગરમાં રવિદાસ સ્માર્ક અને ચિત્રકૂટમાં દિવ્ય વનવાસી લોકનો વિસ્તાર કર્યો અને સ્થાપના માટે 358 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું.

આ સિવાય શિવરાજે ઉત્તરપ્રદેશની જેમ MPમાં પણ બુલડોઝર રાજનીતિનો ઉપયોગ કર્યો. ઊજ્જૈનમાં શોભાયાત્રાઓ પર પત્થર ફેંકનારાઓનાં ઘર પર બુઝડોઝર ફરી વળ્યાં. ઊજ્જૈનમાં બાળકીનો રેપ કરનારા આરોપીનાં ઘર પર પણ બુલડોઝર ફરી વળ્યું.

આ ચૂંટણીમાં ભાજપે MPમાં શિવરાજને CM કેન્ડિડેટની રીતે નથી ઊતાર્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન આ વાત હાઈલાઈટ કરવામાં આવી કે હવે જો MPમાં ભાજપ જીતે છે તો પણ શિવરાજ CM નહીં બને.  તેનાથી સંદેશો મળે છે કે શિવરાજની સ્થિતિ થોડી નબળી છે પ આ મુદા પર પણ શિવરાજ ઈમોશનલ કાર્ડ રમી ગયાં. શિવરાજે પ્રચાર દરમિયાન સ્પષ્ટપણે મતદાતાઓને પૂછ્યું કે શું તમે નથી ઈચ્છતાં કે તમારા મામા, તમારો ભાઈ મુખ્યમંત્રી બને? શિવરાજનાં આ પ્રશ્વ પર વોટર્સની સકારાત્મક પ્રતિક્રિયાએ તેમના પક્ષને જવાબ આપ્યો.