જામનગર-કાલાવડ હાઈવે પર સમલૈંગિક છોકરાની અડધી બળેલી મળી લાશ

જામનગર, ગુજરાતમાં એક સમલૈંગિક છોકરાની અડધી બળેલી લાશ મળી આવી છે. હત્યા કરતા પહેલા સગીરનું યૌન શોષણ પણ કરવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આ ક્રૂરતા ૧૧મા ધોરણમાં ભણતા ૧૬ વર્ષના છોકરા સાથે બીજા કોઈએ નહીં પણ તેના પાર્ટનર દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સગીર ગુરુવારે ઘરેથી ગુમ થઈ ગયો હતો. પોલીસને શુક્રવારે જામનગર-કાલાવડ હાઈવે પર એક નિર્જન જગ્યાએથી તેનો મૃતદેહ મળ્યો હતો.

એક સગીર સમલૈંગિક છોકરાની તેના જ પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, સગીર ૨૨ વર્ષના છોકરા સાથે સંબંધમાં હતો. આરોપીઓએ તેની હત્યા કરી કારણ કે તેની અન્ય છોકરાઓ સાથે મિત્રતા વધી રહી હતી. આરોપી ઇચ્છતો ન હતો કે મૃતક તેના સિવાય અન્ય કોઇ સાથે મિત્રતા વાત કરે. ઈર્ષ્યાથી તેણે પોતાના જ પાર્ટનરની હત્યા કરી નાખી.

મળતી માહિતી મુજબ, છોકરો ગુરુવારે ગુમ થયો હતો. મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી અને હત્યારાની ધરપકડ કરી. પોલીસે આ ગુનામાં મદદ કરનાર આરોપીના ૧૯ વર્ષીય મિત્રની પણ ધરપકડ કરી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ અમે તપાસ શરૂ કરી છે. અમને જાણવા મળ્યું કે સગીર છોકરો છેલ્લે આરોપી અને તેના એક મિત્ર સાથે જોવા મળ્યો હતો. બંને આરોપીઓને પકડી પાડી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીઓ પોલીસને તે સ્થળે પણ લઈ ગયા જ્યાં તેઓએ સગીરની હત્યા કરી હતી. આશ્ર્ચર્યની વાત એ છે કે મૃતક અને આરોપીના પરિવારજનો ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા અને બંને પરિવારો વચ્ચે ખૂબ સારા સંબંધો હતા.