સમસ્ત છોત્તેર બ્રહ્મસમાજ દ્વારા સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો

અમદાવાદ,સમસ્ત છોત્તેર બ્રહ્મસમાજ દ્વારા સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ આજે અહીં જે ડી વ્યાસ ભવન,સિલ્વર કલાઉડ હોેટલ પાછળ ગાંધી આશ્રમ સામે વાડજ ખાતે યોજાયો હતો.આ સમારોહમાં મહેન્દ્ર પંડયા સહિત સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં જયારે મુખ્ય મહેમાન તરીકે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે,વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાજુભાઇ ઠાકર, મનીષ.આર.ભટ્ટ (ગુજરાત હાઇકાર્ટના સિનિયર કાઉન્સીલર) હાજર રહ્યાં હતાં.

આ સમારોહમાં ઉચ્ચકક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત ધો.૧થી ૯ના બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતાં અને ૭૦ વર્ષથી વધુ ઉમરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ આજે જાહેર થયેલા ચુંટણી પરિણામો અંગે ખુશી વ્યકત કરી હતી અને આગામી લોકસભાની ગુજરાતની ૨૬-૨૬ બેઠકો પર ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

સમાજના પ્રમુખ મહેન્દ્રભાઇ પંડયાએ જણાવ્યું હતું કે સમાજના તમામ વડીલોનું સ્વાગત કરવામાં આવ્યું છે.હાલમાં પરિવાર છુટા પડી રહ્યાં છે અને હાલમાં વડીલો એકલા પડી રહ્યાં છે આથી સમાજના તમામ વડીલોને સન્માનિત કરવામાં આવ્યા હતાં જેથી તેમના વાલીઓને વડીલોનું સન્માન કરવાની પ્રેરણા મળી શકે.વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં જેથી તેઓ સમાજ પરિવારનું નામ રોશન કરી શકે.