કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ૨૯મી આવૃત્તિ ૫ થી શરૂ થશે

કોલકતા, કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ૨૯મી આવૃત્તિ ૫ ડિસેમ્બરથી શરૂ થશે અને ૧૨ ડિસેમ્બર સુધી ચાલશે. જેનું ઉદ્ઘાટન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ૫મીએ નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સાંજે ૪ કલાકે કરશે. ઉદ્ઘાટન સમારોહમાં અભિનેતા સલમાન ખાન, કમલ હાસન, અનિલ કપૂર, શત્રુધ્ન સિંહા, સોનાક્ષી સિંહા, સૌરભ ગાંગુલી અને અન્ય ઘણા સ્ટાર્સ હાજર રહે તેવી અપેક્ષા છે. કોલકાતામાં ૨૩ સ્થળોએ કેઆઇએફએફ સિનેમાઓ બતાવવામાં આવશે. આ માહિતી વીજળી પ્રધાન અને કેઆઇએફએફના મુખ્ય સલાહકાર અરૂપ બિસ્વાસે આપી હતી.

તેમણે જણાવ્યું કે કેઆઇએફએફ રવીન્દ્ર સદન, શિશિર મંચ, નંદન ૧,૨,૩, નઝરૂલ તીર્થ, બિજોલી થિયેટર, સેનકા થિયેટર સહિત કુલ ૨૩ થિયેટર અને સિનેમાઘરોમાં બતાવવામાં આવશે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ૧૫,૦૦૦ લોકો ભાગ લેશે.કેઆઇએફએફ સમિતિના સભ્ય અને પ્રવાસન મંત્રી ઈન્દ્રનીલ સેને જણાવ્યું હતું કે, ૨૯મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ૩૯ દેશોની કુલ ૨૧૯ ફિલ્મો બતાવવામાં આવશે. ૧૬૯ ફીચર ફિલ્મો ઉપરાંત એવોર્ડ વિજેતા ફિલ્મો, સોફ્ટ ફિલ્મો અને ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ દર્શાવવામાં આવશે.

ફેસ્ટિવલનું થીમ સોંગ અરિજિત સિંહે ગાયું છે અને ગીતની કલ્પના સીએમ મમતા બેનર્જીએ કરી છે. આ ગીત ઈન્દ્રજીત દાસગુપ્તાએ કમ્પોઝ કર્યું છે. ફિલ્મ કમિટીના અધ્યક્ષ અને ફિલ્મ દિગ્દર્શક ગૌતમ ઘોષે જણાવ્યું હતું કે આ વખતે ફેસ્ટિવલમાં નવા ફિલ્મ નિર્માતાઓની ફિલ્મો ઉમેરવામાં આવી છે. સ્પેન ફિલ્મ ફેસ્ટિવલનો ફોક્સ કન્ટ્રી હશે. સ્પેનની છ ફિલ્મો અને ઓસ્ટ્રેલિયાની ૧૫ ફિલ્મો બતાવવામાં આવશે.