સંતરામપુર, સંતરામપુર તાલુકા નો ખેડાપા થી પાંચ કિલોમીટર દૂર આવેલું ગુજરાતની હદ પૂરી થાય અને રાજસ્થાન આનંદપુરી શરૂ થતો હોય છે. રાજસ્થાનમાં ચૂંટણીના અનુલક્ષી લઈ અને દિવાળીના તહેવારને અનુલક્ષી લઈ જિલ્લાના પોલીસ વડાના સૂચના મુજબ અને સંતરામપુરના પીઆઇ કે.કે.ડીંડોરના માર્ગદર્શન હેઠળ ગુજરાતી લાસ્ટ બોર્ડર અને અને ભમરીકુંડા ચેક પોસ્ટ ઉભી કરવામાં આવેલી હતી. રાજસ્થાનથી અને ગુજરાતથી બંને બોર્ડરો પર પસાર થતા તમામ વાહનો ચેકિંગ કરવામાં આવે છે અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલું છે અને ખાસ કરીને રાજસ્થાનથી આવતા તમામ વાહનો ઉપર બાજ નજર રાખવામાં આવેલી છે. 24 કલાક પોલીસ વિભાગનો સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પસાર થતા તમામ વાહનોની ચેકિંગ કર્યા પછી નંબર અને નામ નોંધણી પણ કરવામાં આવે છે. ત્યારબાદ વાહનોને પસાર થતા હોય છે. માનગઢ ધામ ખાતે જતા તમામ પ્રવાસીઓને વાહનો ચેકિંગ કર્યા પછી બોર્ડર ક્રોસ કરવા દેતા હોય છે. રાજસ્થાની ચૂંટણી અને ગુજરાતમાં દિવાળી પોલીસે તહેવાર અને ચૂંટણીને બંનેને સાચવીને બંને ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી. જેથી કરીને કોઈ ગેરકાદેસર થતી હેરાફેરને અટકાવી શકાય