- નીતીશ કુમારે કહ્યું હતું કે મારી મૂર્ખતાને કારણે જીતનરામ માંઝી સીએમ બન્યા છે. તેમને કોઈ જ્ઞાન નથી.
પટણા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારનું નિવેદન એનડીએ ના ધારાસભ્યોને પસંદ નથી આવી રહ્યું. જેના કારણે એનડીએ ના ધારાસભ્યોએ નીતિશ કુમાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જીતનરામ માંઝી સાથે એનડીએના ધારાસભ્યોએ વિધાનસભાની અંદર હંગામો મચાવ્યો અને મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી. જ્યારે ગૃહની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી ત્યારે એનડીએના ધારાસભ્યોએ પણ વિધાનસભાની બહાર પ્રદર્શન કર્યું હતું. બીજેપી અને એનડીએના અન્ય ધારાસભ્યોએ નીતિશના નિવેદનને દલિત સમુદાયનું અપમાન ગણાવ્યું છે.
મહાગઠબંધનના ધારાસભ્યોએ ગૃહમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મહાગઠબંધન વતી કહેવામાં આવ્યું કે અમારા નેતાઓએ હંમેશા મહાદલિતો, અત્યંત પછાત લોકો અને ગરીબોને સન્માન આપ્યું છે. મહાગઠબંધને કહ્યું કે બિહારે જાતિ ગણતરી દ્વારા દેશમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને અનામતની જોગવાઈ પસંદ નથી. તેમણે એમ પણ કહ્યું કે આ લોકો અનામતની વિરુદ્ધ છે. અમે અનામત આપનારા લોકો છીએ.
વાસ્તવમાં, ગઈકાલે નીતીશ કુમાર વિધાનસભામાં જીતનરામ માંઝી પર ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે મારી મૂર્ખતાને કારણે જીતનરામ માંઝી સીએમ બન્યા. તેમને કોઈ જ્ઞાન નથી. તેના પર જીતનરામ માંઝીએ પણ નીતિશ કુમાર પર વળતો પ્રહાર કરતા કહ્યું કે નીતીશ કુમાર પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે.
માંઝી મે ૨૦૧૪ માં બિહારના મુખ્ય પ્રધાન બન્યા, જ્યારે નીતીશે લોક્સભા ચૂંટણીમાં તેમની પાર્ટી જેડીયુની હારની નૈતિક જવાબદારી લેતા મુખ્ય પ્રધાન પદ છોડ્યું.જો કે, એક વર્ષથી ઓછા સમયમાં, ત્નડ્ઢેંને વિભાજિત કરવાનો પ્રયાસ કરવાના આરોપોનો સામનો કરી રહેલા માંઝીને મુખ્ય પ્રધાન પદ છોડવું પડ્યું, ત્યારબાદ નીતિશ મુખ્ય પ્રધાન તરીકે પાછા ફર્યા. માંઝીએ પાછળથી હિન્દુસ્તાની અવમ મોરચા નામની પોતાની પાર્ટી બનાવી અને એનડીએના સભ્ય તરીકે ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી લડી.