નવીદિલ્હી, દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં કથિત કૌભાંડમાં સંજય સિંહને શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી ફરી એકવાર લંબાવી છે. સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી ૨૪ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
આ સાથે તેમના વકીલે વિકાસ કામોને લગતા બે સંમતિ પત્રો પણ સહી માટે દાખલ કર્યા હતા, જેના માટે કોર્ટે મંજૂરી આપી છે. આ ઉપરાંત માનહાનિના કેસમાં પંજાબ તરફથી પ્રોડક્શન વોરંટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેના પર કોર્ટે સંજય સિંહને પંજાબના અમૃતસરની કોર્ટમાં રજૂ કરવાની પણ મંજૂરી આપી હતી.
સિંઘની જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પુરી થતાં આજે તેને રજૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેને પાંચ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. સંજય સિંહની ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ૪ ઓક્ટોબરે ધરપકડ કરી હતી. આ કેસમાં આ ત્રીજી હાઈ-પ્રોફાઈલ ધરપકડ છે.