
સંંતરામપુર,સંતરામપુર બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તહેવારના ટીકણે જ સમય પહેલા જ બેન્કનો ગેટ બંધ કરી દેતા ખાતેદારો નાણા લેવા માટે અટવાયા દિવાળીના તહેવારના ટાંકણી બહારથી આવતા મજૂરો અને સરકારી કર્મચારીઓના પગાર લેટ થતા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના વધુ ખાતા હોવાના કારણે બેંકમાં નાણા ઉપાડવા માટે બેંકમાં જતા હોય છે. મેનેજર અને સ્ટાફે ચાર વાગ્યાના સમયના બદલે ત્રણ ને ત્રીસે જ બેંક નો ગેટ બંધ કરી દીધા મોટી સંખ્યામાં આવેલા ખાતેદારો બેંકમાંથી રકમ ઉપડ્યા વગર પરત ફર્યા હતા દૂર દૂરથી ગામડામાંથી આવતા લોકોની યોગ્ય સર્વિસ નામ મળતા અને તહેવારોના છેલ્લા દિવસે ભારે હાલાકી ભોગવવાનો વારો આવેલો છે. આરબીઆઈના નિયમ મુજબ દરેક બેંકને સવારે 10:00 કલાકે અને સાંજના ચાર કલાક સુધી કેશ કાઉન્ટર અને બેંક ચાલુ રાખવાનું નિયમ હોવા છતાંય બેંકના પોતાના મેનેજર અને સ્ટાફ પોતાની મનમાની ચલાવીને અડધો કલાક પહેલા ગેટના દરવાજાને તાળો મારી દેતા બેંકમાંથી લેવા આવતા લોકોને નાણા ના મળ્યા અને ખાલી હાથ પરત ભરવું પડ્યું હતું. કેટલા ખાતેદારોએ રકમ ઉપડા માટે મેનેજ અને હાજીજી કરી તેમ છતાં સાંભળવામાં આવી નહીં અને પોતાની મનમાની ચલાવીને ખાતેદારો સાથે અદભરી વહેવાર કરતા ખાતેદારોમાં ભારે આક્રોશ જોવા મળી આવેલો હતો ખાતેદાર અંબાલાલભાઈ હું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પૈસા ઉપાડવા ગયો હતો 3:30 પહેલા મને એમ કહ્યું કે સમય થઈ ગયો છે. દિવાળીના તહેવારે મને બેંકમાંથી નાણાં ન આપી અને મને હેરાન કર્યો હતો.