દિવાળીના તહેવારને લઈ સંંતરામપુર તાલુકાના શ્રમિકો વતન પરત ફર્યા

સંંતરામપુર, દિવાળીના તહેવાર ના ગણતરીના દિવસો બાકી રહેલા છે. ત્યારે શ્રમિકોનું સંતરામપુરમાં પોતાના વતનમાં આગમન સંતરામપુર તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના લોકો મજૂરી કરવા માટે બહારગામ ગયેલા હોવાથી દિવાળીના તહેવાર કરવા માટે પોતાના વતનમાં પરત ફરતા હોય ત્યારે દિવસભર આજે એસટી બસોમાં ખાનગી વાહનોમાં રીક્ષાઓમાં જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, બરોડા વિવિધ શહેરોમાં કામો કરવા માટે બહારગામ થી પોતાના વતનમાં પરત આવેલા હતા. જ્યારે આખો દિવસ અને આખી રાત શ્રમિકો પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા માટે પોતાના વતન પરત આવતા જોવા મળી આવેલા હતા. હોળી અને દિવાળી બંને મોટા તહેવાર મોટાભાગના ગામના લોકો પોતાના વતનમાં જ કરતા હોય છે. એક ઘરમાંથી પાંચ-પાંચ સભ્યો બહારગામ મજૂરી કરવા જતા હોય છે.