
સંતરામપુર, સંતરામપુર ડેપો ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો. ડો. કુબેરભાઇ ડિંડોરની અધ્યક્ષતામાં સંતરામપુરથી પીટોલ અને પીટોલથી કાલાવાડ રૂટ ઉપર નવીન બે બસોનુ લોકાર્પણ કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ રૂટ શરૂ થવાથી પ્રજાની સુવિધામાં વધારો થશે.
આ પ્રસંગે તાલુકા મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલીયા, તાલુકા તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વળવાઈ, ઇકઘ 1 મહેન્દ્રભાઈ પટેલ, ડેપો મેનેજર સંગાડા , એ.ટી.આઇ. ટીના બાપુ, જુનિયર આસિસ્ટન્ટ ડામોર , ટ્રાફિક કંટ્રોલર મુન્નાબાપુ, હિતુ બાપુ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.