- 6 મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં વડોદરા ખસેડાયા.
શહેરા,શહેરા થી ગોધરા તરફથી મુસાફરોને ભરીને આવી રહેલ ખાનગી ગાડીના છકડાએ પલટી મારતા એક બાળક સહિત બાર લોકોને ગંભીર પ્રકારે ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છ જેટલા લોકોની ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તાત્કાલિક વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતા.
શહેરા તાલુકાના પસનાલ અને બાહી ચોકડી વચ્ચે મુસાફરો ભરીને આવી રહેલ છકડો ગાડીના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા છકડો ગાડી રોડની સાઈડમાં ખાબકતા 12 જેટલા મુસાફરોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. જ્યારે ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે 108 માં લાવવામાં આવ્યા હતા. જ્યાં છ જેટલા મુસાફરોની હાલત ગંભીર હોવાના કારણે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે, શહેરા તાલુકાના પસનાલ અને બાહી ચોકડી પાસે થયેલા અકસ્માતમાં જે મુસાફરોને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે, તે મુસાફરો દિવાળી પર્વનો તહેવાર મનાવવા માટે પોતાના વતનમાં જઈ રહ્યા હતા. ત્યારે આજ થયેલા અકસ્માતમાં બાર જેટલા શ્રમજીવી ઓને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા ત્રણ જેટલી 108 દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.