ધન તેરસના દિવસે પ્રકૃતિ પૂજક ખેડૂતોએ ખરા અર્થમાં ધન કહેવાતા ધાનની આદિવાસી પરંપરા પૂર્વક પૂજા અર્ચના કરી..

  • દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજે ધાનતેરસની ઉજવણી કરાઈ.

દાહોદ,આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આંતરિયાળ વિસ્તારોમાં વસતા અને સૌ પ્રથમ પ્રકૃતિના પૂજક કહેવાતા આદિવાસી ખેડૂતોએ ધનતેરસના દિવસે ખરા અર્થમાં ધન કહેવાતા ધાનની પરંપરાગત રીતે પૂજા કરી ધનતેરસના બદલે ધાનતેરસની ઉજવણી કરી આખા વર્ષ દરમિયાન ધરતી માતા તેમના ભંડાર ધાનથી ભરેલા તેમજ પૌષ્ટિક આહાર મળે તે માટે પ્રાર્થના કરી હતી.

આદિવાસી વિસ્તાર કહેવાતા દાહોદ જિલ્લામાં વસતા આદિવાસીઓ પ્રકૃતિ પૂજા હોવાથી તેઓ દિવસની શરૂઆત જ જય જોહાર કહીને કરે છે. જય જોહારનો મતલબ જ પ્રકૃતિની જય હોય છે. ત્યારે આજે સમગ્ર ભારત ધનતેરસના દિવસે ધનની પૂજા કરી ધનતેરસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા અને ખરા અર્થમાં પ્રકૃતિ મુજબ ગણાતા ખેડૂતોએ આજ રોજ તેમના ખેતરમાં ઉગાવેલા ધાન જેમાં ઘઉં, ચણા, મકાઈ, ડાંગર, શાકભાજી તેમજ ફળફળાદીને થાળીમાં મૂકીમાં ધરતી માતાના નામે દીવો પ્રગટાવી ખેડૂતોનો ધન કહેવાતા ધાનની પૂજા કરી ધનતેરસના દિવસે ધાનતેરસની ઉજવણી કરી હતી. તેઓનું માનવું છે કે, સૃષ્ટિમાં જે દિવસે માનવ માટે દાન નહીં હોય તો પૃથ્વી પર જીવન જીવવું શક્ય નહીં હોય. એટલા માટે જ તેઓ ખરા અર્થમાં ધન કહેવાતા ધાનની આદિવાસી સંસ્કૃતિ મુજબ પૂજા કરી ધાનતેરસની ધામધૂમથી ઉજવણી કરી હતી અને આખા વર્ષ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ધાન આપી.પૌષ્ટિક આહાર પ્રાપ્ત કરાવવા માટે વિનંતી કરી હતી.