લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો

જામનગર, લાલપુર તાલુકાના મોડપર ગામે રહેતા એક પરિવારની બે સગી બહેનોના અપહરણની ઘટન સામે આવતાં ભારે દોડધામ મચી છે. મેઘપર પોલીસ મથકમાં બંને બહેનોના અપહરણ અંગે ગુનો નોંધાયો છે, જેના આધારે પોલીસે બંને બહેનોની શોધખોળ આરંભી હતી.

મળતી માહિતી અનુસાર,લાલપુર તાલુકા ના મોડપર ગામમાં રહેતા અને ખેતી કામના વ્યવસાય સાથે જોડાયેલા એક પરિવારની અઢાર વર્ષની એક પુત્રી જ્યારે તેની સગીર વયની નાની બહેન કે જે બંને ગત ૬ તારીખના સાંજના સમયે પોતાના ઘેરથી એક એક લાપતા બની ગઈ છે, અને બંનેના અપહરણ થઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.બાદ પરિવારજનો દ્વારા બન્ને બહેનોની શોધખોળ આરંભી હતી. પરંતુ કોઇ પતો ન મળતા આખરે પરિવારજનોએ મેઘપર પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ બી.બી.કોડીયાતર તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

પ્રાથમિક તપાસમાં લાપતા થનારી બન્ને બહેનો પૈકીને મોટી બહેનનો મોબાઇલ ફોન પણ સ્વીચઓફ આવતો હતો. જેથી મોબાઈલ નંબરના આધારે ફોન ડીટેઇલ્સ મેળવી તપાસ આરંભી હતી.