૨૦૨૩ના વર્ષમાં ગરમીએ તોડ્યો વિક્રમ, ગ્લોબલ વોર્મિગ હજુ પણ મચાવશે તબાહી

ગ્લોબલ વોર્મિગ ને લઈને વિશ્વના નેતાઓએ આઠ વર્ષ પહેલા પેરિસમાં યોજાયેલી ક્લાઈમેટ ચેન્જ ગ્લોબલ સમિટમાં આપેલા વચનોનું પાલન કર્યું ન હતું. તેમણે સદીના અંત સુધીમાં ગ્લોબલ વોર્મિંગને 1.5 સેલ્સીયસ સુધી ઘટાડવાનું નક્કી કર્યું હતું. પરંતુ વિશ્વના અનેક દેશની વર્તમાન નીતિઓને કારણે ગરમી ઘટવાને બદલે લગભગ 2.4 સેલ્સીયસ સુધી વધી ગયું છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વભરમાં સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોએ આ મહિને ઐતિહાસિક આબોહવા સમિટ પહેલા ચેતવણી જાહેર કરી છે. વૈજ્ઞાનિકોના મતે ગ્લોબલ વોર્મિંગના કારણે 2023માં દુનિયા સૌથી ગરમ હશે. આ ઉનાળો પાછલા કોઈપણ વર્ષ કરતાં સરેરાશ વધુ ગરમ રહ્યાં. 1800 ના દાયકાના ઑક્ટોબરમાં સરેરાશ તાપમાન કરતા 1.7 સેલ્સીયસ તાપમાન વધુ નોંધાયું છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે, છેલ્લા મહિનામાં રેકોર્ડ ગરમી હતી. ધ ગાર્ડિયનના અહેવાલમાં વૈજ્ઞાનિકને ટાંકીને જણાવ્યું છે કે: “2023ના વર્ષમાં વિક્રમી ગરમી નોંધાઈ. આ વર્ષ સરેરાશ કરતાં 1.43 સેલ્સીયસ વધુ ગરમ રહ્યું છે.”

ઔદ્યોગિક ક્રાંતિ પછીથી, વાતાવરણમાં ગરમીમાં વધારો થયો છે. ગરમીમાં વધારો કરતા ગેસ- વાયુઓમાં પણ વધારો થયો છે. જેના કારણે તાપમાનમાં 1.2 ડિગ્રીનો વધારો થવા પામ્યો છે. અશ્મિભૂત ઇંધણને બાળી નાખવું અને પ્રકૃતિનો વિનાશ થવાના કારણે પણ ગરમી વધવાનું કારણ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્રીનહાઉસ ગેસ પ્રદૂષણના શક્તિશાળી મિશ્રણ, કુદરતી હવામાન પેટર્નમાં ફેરબદલ, અલ નીનોનુ વારંવાર પુનરાગમન, તેમજ જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે ગરમી વધી રહી છે.

ગ્લોબલ વોર્મિગને લઈને વિશ્વના નેતાઓએ આઠ વર્ષ પહેલા પેરિસમાં યોજાયેલી ક્લાઈમેટ ચેન્જ ગ્લોબલ સમિટમાં આપેલા વચનોનું પાલન કર્યું ન હતું. તેમણે સદીના અંત સુધીમાં ગ્લોબલ વોર્મિંગને 1.5 સેલ્સીયસ સુધી ઘટાડવાનું નક્કી કર્યું હતું. પરંતુ વિશ્વના અનેક દેશની વર્તમાન નીતિઓને કારણે ગરમી ઘટવાને બદલે લગભગ 2.4 સેલ્સીયસ સુધી વધી ગયું છે.

ધ ગાર્ડિયનના અહેવાલમાં એક વૈજ્ઞાનિકને ટાંકીને જણાવ્યું હતું કે, “જૂન 2023 પછી વૈશ્વિક તાપમાન 2015ના બીજા ભાગની સરખામણીએ ઘણું ગરમ ​​છે. ” આ સમયે અલ નીનો ખૂબ જ સક્રીય હતુ. આવનારા મહિનાઓમાં ગરમી અંગે નવા રેકોર્ડ સ્થપાય તો નવાઈ નહીં.