શું રવિ શાસ્ત્રી બનશે ઈંગ્લેન્ડના આગામી મુખ્ય કોચ? જો નહીં, તો પછી આ પ્રશ્ન ક્યાંથી ઉભો થયો? આ પ્રશ્નનો જવાબ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડની મેચમાં છે. વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડની ટીમનું પ્રદર્શન જોતા એક દર્શકે પોસ્ટર પર એક પ્રશ્ન પૂછ્યો હતો જેના અનુસંધાને મોર્ગને શાસ્ત્રીને કોચ બનવા અંગે સવાલ કર્યો હતો.
વર્લ્ડકપ 2023માં ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં અચાનક આ સવાલ ઉભો થયો હતો. લાઈવ મેચમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચને આ સવાલ કર્યો, ઈંગ્લેન્ડની ટીમને કોચિંગ આપવા અંગે તેઓ શું વિચારે છે? રવિ શાસ્ત્રીએ આનો ખૂબ જ મજેદાર જવાબ આપ્યો હતો.
વર્લ્ડ કપ 2023 ઈંગ્લેન્ડની ટીમ માટે સારો રહ્યો નથી. ટુર્નામેન્ટમાં ટીમની હાલત ખૂબ જ ખરાબ રહી હતી. અહીં ખરાબ રમતના કારણે તેમની ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય થવાની શક્યતાઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. હવે સવાલ એ છે કે શું ઈંગ્લેન્ડ ખરેખર સફેદ બોલ ક્રિકેટમાં નવા કોચની શોધમાં છે? અને, જો એવું ન હોય તો મોર્ગને શાસ્ત્રીને આ પ્રશ્ન શા માટે પૂછ્યો?
લાઈવ મેચમાં ઈયોન મોર્ગને રવિ શાસ્ત્રીને ઈંગ્લેન્ડના કોચ બનવા પર સવાલ પૂછ્યો હતો કારણ કે આ તેનો પોતાનો નહીં પણ જનતાનો સવાલ હતો. મતલબ કે, જાહેર જનતાની માંગ પર, મોર્ગન શાસ્ત્રીનો અભિપ્રાય જાણવા માંગતા હતા, જેનો રવિ શાસ્ત્રીએ પણ મજેદાર જવાબ આપ્યો હતો.
રવિ શાસ્ત્રીએ મજાકના સ્વરમાં પહેલા પોતાની ભાષામાં કહ્યું કે તેઓ હિન્દી શીખવવા આવશે. પછી તેણે ઇયોન મોર્ગનને અંગ્રેજીમાં સમજાવ્યું. તેણે કહ્યું કે તે ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાશે અને તેમને હિન્દી શીખવશે અને ક્રિકેટની ટિપ્સ પણ આપશે.
જ્યારે નેધરલેન્ડની ઈનિંગની 20મી ઓવર ચાલી રહી હતી અને મોઈન અલી બોલિંગ કરી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં બેઠેલો એક દર્શક હાથમાં હોર્ડિંગ સાથે જોવામાં મળ્યો હતો, જેના પર લખ્યું હતું – ઈંગ્લેન્ડને ભારતીય કોચની જરૂર છે? જેના અપર કેમેરમેને ફોકસ કરતાં ટીવી સ્ક્રીન આ દર્શન સામે આવ્યું અને ઈયોન મોર્ગને રવિ શાસ્ત્રીને ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બનવા વિશે પૂછ્યું હતું.