
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા Women for Water, Water for Women હેઠળ NULM અંતર્ગત રચાયેલ સ્વ.સહાય જૂથોની બહેનોને રાજ્યના કાર્યરત વિવિધ WTP (Water Treatment Plant) ની વિઝીટ કરાવવા જણાવેલ હતું. જે અંતર્ગત આજ તા.09/11/2023ના રોજ ઝાલોદ નગરપાલિકા ખાતે નગરપાલિકા વિસ્તારની સ્વસહાય અંતર્ગત નોંધાયેલ 45 બહેનોને લઇ જઈને ઝાલોદ નગરપાલિકાના WTP (Water Treatment Plant)ની વિઝીટ કરાવવામાં આવી. જેમાં ઝાલોદ નગરપાલિકાના કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર કૃષ્ણપાલસિંહ પુવાર, વસુલાત ક્લાર્ક પરષોત્તમભાઈ ભોઈ તથા પાણી પુરવઠા વિભાગના રાકેશભાઈ ગરાસિયા હાજર રહેલ WTP (Water Treatment Plant) વિશે વિસ્તૃત માહિતી ગઞકખ અંતર્ગત રચાયેલ સ્વ સહાય જૂથોની બહેનોને આપવા આવી હતી.