
- બોલેરો ગાડી તેમજ મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને કાળ ભરખી ગયો, એક ઈજાગ્રસ્ત.
ગરબાડા, પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના છરછોડા ગામના સિમોડા ભાભોર ફળિયાના 28 વર્ષીય પવાભાઈ ભાવસિંગભાઈ પરમાર, તેમની પત્ની લીલાબેન પવાભાઈ પરમાર ઉંમર વર્ષ 27, બે બાળકો પૈકી નકુડો પવાભાઈ ઉંમર વર્ષ 10 તેમજ પુત્રી 12 વર્ષીય સેજલ સાથે પોતાના કબજા હેઠળની Gj-20-AJ-7221 નંબરની બજાજ પલ્સર ગાડી પર સવાર થઈ થોડાથી જેસાવાડા તરફ જતા તા તે સમયે રસ્તામાં ધાનપુર રોડ પર સામેથી પૂર ઝડપે આવી રહેલી Gj-20-V-4560 નંબરની બોલેરો ગાડીના ચાલકે ાીહતફિ મોટર સાયકલને જોસભેર ટક્કર મારતા સર્જાયેલા ગમખવાર માર્ગ અકસ્માતમાં પલ્સર ગાડી પર સવાર એક જ પરિવારના ચારેય સભ્યો હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતા ગંભીરી ઈજાઓ થઈ હતી.
જે પૈકી પવાભાઈ ભાવસિંગભાઈ પરમાર, તેમની પત્ની લીલાબેન પવાભાઈ પરમાર બે બાળકો પૈકી નકુડો પવાભાઈનું ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. જ્યારે આ માર્ગ અકસ્માતમાં માતા-પિતાનું છત્ર તેમજ વ્હાલસોયા ભાઈને ગુમાવનાર કમનસીબ સેજલને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સ્થાનિકોએ 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરી હતી જ્યાં હાલ સેજલ જીવણ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ બનાવની જાણ જેસાવાડા પોલીસને થતા જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ રામી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને માર્ગ અકસ્માતમાં મરણ પામેલા એક જ પરિવારના ત્રણેય વ્યક્તિઓના મૃતદેહો નેપીએમ અર્થે નજીકના દવાખાને મોકલવામાં આવ્યા હતા. જયારે અકસ્માત અન્વયે બોલેરો ગાડીના ચાલક વિરૂદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટના સંબંધે વધુ તપાસ હાથ ધરી છે.