
- ગોધરા પશ્ચિમ વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર તપાસ જરૂરી.
- મેડિકલ સ્ટોર ઉપર એક ફાર્મસિસ્ટ લાઇસન્સ પર અનેક લોકો દ્વારા થઇ રહ્યું છે દવાઓનું વિતરણ. આવા વ્યક્તિખો સામે આરોગ્ય વિભાગ સઘન ચેકીંગ હાથ ધરશે ખરૂ ?
ગોધરા, ગોધરા શહેરમાં આવેલ વિવિધ મેડીકલ સ્ટોર ઉપર ડિગ્રી વગરના કર્મચારીઓ દ્વારા બેફામ દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના નિયમ હોવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોવાથી આવા દવા સંંચાલકો બેફામ બન્યા છે અને લોકોની જાનને જોખમમાં મૂકી રહ્યા છે. તે અંંગે તંંત્રએ તપાસ કરવા અંગે પ્રજાની ઉગ્ર માંગ છે.
પંચમહાલ જીલ્લામાં આવેલા વિવિધ સ્થળો ઉપર નાની મોટી બિમારી થતાં નજીકના મેડીકલ સ્ટોર ઉપર આધારીત હોય છે. મેડીકલ સ્ટોરમાં ચોકકસ પ્રકારની દવાનુંં વિતરણ થઈ રહ્યુંં છે. તેવા સમયે હાલમાંં ઋતુ પ્રમાણે દવાની માંગ વધુ છે. આ માટે પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગણાતા ગોધરા શહેરના ઠેરઠેર વિસ્તારમાંં આવેલી મેડીકલ સ્ટોર ઉપર આવી દવાનુંં વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ સ્ટોર ઉપર કોપણ જાતની ડિગ્રી તથા લાયકાત વિના બેફામ પ્રમાણે વેપલો કરીને દુકાન સંચાલક કરી રહ્યા છે. ગોધરા શહેરમાં છેક પાંજરાપોળથી આવેલ કલાલ દરવાજા, નગર પાલિકા, હોળી ચકલા, વ્હોરવાડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં અનેક મેડીકલ સ્ટોર દ્વારા દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તંત્રની ઉદાસીનતાના કારણે આવ મેડીકલ સ્ટોર ઉપર અધિકૃત કર્મચારી હાજર હોતા નથી. જે તે સમયે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફલાણાના નામે લાયસન્સ લઇને દુકાનનું સંચાલન કરે છે. આવા સમયે દુકાનદાર દ્વારા માત્ર અન્યના લાયસન્સ આધારે સંંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં ધોરણ 8 થી લઈને પરિવારના સભ્યો સામેલ હોયને આવી ગેરકાયદેસર રીતે દવાનું ર્ડાકટર તરીકે વિતરણ કરવામાંં આવી રહ્યુંં હોવાનુંં ખુલ્લેઆમ જોવા મળે છે. ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંં આવેલ મેડિકલ સ્ટોર મુખ્યત્વે અન્ય ડિગ્રીધારી અરજદારો તરફી સંચાલન છે. પરંતુ માલિક કોઇ અન્ય છે. આવા સંજોગોમાંં તબિબી જ્ઞાન ન ધરાવતા લેભાગુ કર્મચારીઓ આવા સ્ટોરનું સંંચાલન કરીને લોકોના જાનને જોખમમાં મુકી રહ્યા છે. પોલીસ તથા ફ્રુડ એન્ડ ડ્રગ્સ દ્વારા અવારનવાર તપાસ અભિયાન મુજબ પણ કોઇ કામગીરી નહીં કરવામાં આવતાં આવા મેડિકલ એસોશીએશન તથા ફ્રુડ એન્ડ ડ્રગ્સ પ્રત્યે સરકારી કામગીરી પ્રત્યે શંકા ઉપજાવી રહી છે. ગોધરા શહેર એટલે પંંચમહાલ જીલ્લાનું મુખ્ય મથક ગણવામાંં આવે છે. આથી, છેક દાહોદ તથા મહિસાગર જીલ્લાના અંતરીયાળ વિસ્તારો માંંથી બિમારગ્રસ્ત દર્દીઓ સારવાર માટે ગોધરા આવીને વિશ્ર્વાસપાત્ર દવા મેળવવા માટે આવા ચોકકસ મેડિકલ સ્ટોર ઉપર આધાર રાખે છે. તેવા સમયે કોઇ બેઅસર બનનાર આવી દવા પણ કારગત નહીં નિવડતા નિષ્ફળ દવા છે. ગોધરા શહેરમાંં આવેલા અનેક મેડિકલ સ્ટોર ઉપર લાયસન્સધારી સંંચાલકોને દવાનું વિતરણ કરવાની મંંજુરી આપવામાંં આવી છે. તો બીજી તરફ શહેરના વિવિધ ઠેકાણે આવેલા આવા દવા વિતરણ સેન્ટર ઉપર ગેરકાયદેસર રીતે દવાઓનું બેફામ દવાઓનું વિતરણ કરીને માનવીના જાનનુંં જોખમ પેદા કરી રહ્યા હોવાની બુમ ઉઠી છે.