- શાળામાં 49 બાળકો હાજર હોવા છતાં 85 બાળકોને ભોજન આપવાનું પત્રકમાં દર્શાવ્યું.
ગોધરા, પંંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ મળી હતી કે, કેટલીક પ્રા.શાળાઓમાંં મધ્યાહન ભોજન માટેનુંં અનાજ સગેવગે કરવામાં આવતુંં હોય તેવી ફરિયાદને લઈ ગોધરા તાલુકાના વેલવડ ગામે પ્રાથમિક શાળામાં જીલ્લા પુરવઠા અધિકારીએ ટીપ સાથે આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવતાંં સંચાલકને ફરજ મુકત જીલ્લાભરમાં મધ્યાહન ભોજન સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યા છે.
ગોધરા તાલુકાના વેલવડ પ્રાથમિક શાળા ખાતે જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં શાળાાના બાળકોને પુછતા દરરોજ સાદી ખીચડી ખવડાવતા હોવાનુંં જણાવ્યું હતું. પુરવઠા અધિકારી દ્વારા અન્ય સ્થળે તપાસ કરતાં વેલવડ પ્રાથમિક શાળાનો મધ્યાહન ભોજનનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક શાળામાં 49 બાળકો હાજર હોવા છતાં 85 બાળકોને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યાનું દર્શાવેલ તપાસમાં ધ્યાને આવ્યું હતું. વેલવડ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલક દ્વારા ગંભીર ગેરરીતિ આચરીને બાળકો આપવા ભોજનનો જથ્થો બારોબાર સગેવગે કરી બાળકોનો પોષણ સાથે ચેડા કરેલ હોય જેને લઈ મધ્યાહન ભોજન સંચાલક સુમિત્રાબેન ચીનુભાઇ પરમારની નિમણૂંક રદ કરી ફરજ ઉપરથી કાયમ માટે દુર કરવામાં આવ્યા હતા અન પ્રા.શાાળાના આચાર્ય દિપીકાબેન પટેલ દ્વારા મધ્યાહન ભોજનના અનાજના જથ્થા સ્ટોક પત્રકની નિભાવણી કરવાની હોય પણ આચાર્ય તરીકે કામગીરી કરી ન હોવાનુંં તપાસમાં જણાઈ આવ્યું હતું. જેને લઈ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આચાર્યને નોટીસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા મધ્યાહન ભોજનના અનાજનો જથ્થો સગેવગે કરતાં સંચાલકોની તપાસ શરૂ કરતાં જીલ્લામાં મધ્યાહન ભોજનના અનાજનો જથ્થો સગેવગે કરતાં સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.