ગોધરાના ગોન્દ્રા વોર્ડ-10માં ભુર્ગભ ગટરનું ચેમ્બર તુટી જતાં રોગચાળાની દહેશત

ગોધરા, ગોધરા શહેરના વડોદરા હાઈવે રોડ પાસે આવેલ ગોન્દ્રા વોર્ડ નં.10માં છેલ્લા લાંબા સમયથી ભુર્ગભ ગટર લાઈનની ચેમ્બર તુટી જતાં રોગચાળાની દહેશત સેવાઈ રહી છે. પાલિકા કચેરીમાં અનેક રજુઆતો છતાં મરામત કામગીરી નહિ કરતાં સ્થાનિક રહિશોમાં રોષ જોવા મળ્યો છે.

ગોધરાના ગોન્દ્રા વોર્ડ નં.10 વિસ્તારમાં ભુર્ગભ ગટર લાઈનની ચેમ્બર ધણા લાંબા સમયથી તુટી ગયેલ છે. ગટરની ચેમ્બર તુટી જવાથી ગંદકીને લઈ સ્થાનિક રહિશો પરેશાન થઈ રહ્યા છે. તુટેલ ચેમ્બરની મરામત માટે સ્થાનિકો દ્વારા પાલિકામાં અવારનવાર રજુઆત કરવા છતાં રીપેરીંગ કરવામાં આવતું નથી. ગંદકીને લઈ હાલ આ વિસ્તારમાં રોગચાળાની દહેશત ઉભી થવા પામી છે.