રાજકોટમાં રૂપિયા ૧૪૬૭ કરોડોના બોગસ બિલિંગ કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ

રાજકોટ, રાજકોટમાં રૂપિયા ૧૪૬૭ કરોડોના બોગસ બિલિંગ કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે ડીજીજીઆઇની તપાસમાં વધુ રૂપિયા ૨૫૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ૧૪૬૭ કરોડના બોગસ બીલિંગ કૌભાડની તપાસ દરમિયાન બાતમી આધારે રાજકોટમાં ગોલ્ડ અને બુલિયન ટ્રેડિંગ કરતા રેમિગોલ્ડના માલિક જતીનને ત્યાં તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન વધુ ૨૫૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેથી ડીજીજીઆઇએ રેમિગોલ્ડના માલિક જતીનની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે જતીન ગોલ્ડ અને સિલ્વરનું ટ્રેડીગ કરીને બોગેસ બીલ ઇસ્યુ કરતો હતો.

મહત્વનું છે કે ગત મહિને DGGI એ મેસર્સ આસ્થા ટ્રેડિંગના માલિક હિતેશ લોઢિયાને ઝપેટમાં લીધો હતો.હિતેશે ગોલ્ડ અને સિલ્વર ટ્રેડીંગના નામે બોગસ બીલિંગ કરી ખોટી રીતે આઇટીસી લીધી હતી. દરોડામાં જપ્ત કરાયેલા ડીજીટલ ડેટામાંથી અનેક ચૌકાવનારી માહિતી મળી હતી. ૫૦ જેટલી બોગસ કંપની ખોલીને ૧૪૬૭ કરોડના બોગસ ઇનવોયસ ઇસ્યુ કરાયા હતા.જેથી રાજકોટના વી.પી.જ્વેલર્સને સીલ કરાઇ હતી.