ભારતીય મૂળના અને અમેરિકી રાજ્યના સીનેટર વિન ગોપાલ (Vin Gopal)ની ન્યુજર્સી સેનેટ (New Jersey Senate)માં ત્રીજા કાર્યકાળ માટે પસંદગી થઈ છે. ન્યુજર્સીના 11માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં મંગળવારે પરિણામ જાહેર થયું છે, જેમાં 38 વર્ષિક ડેમોક્રેટ સેનેટર ગોપાલે રિપબ્લિકન ચેલેન્જર સ્ટીવ ડિનિસ્ટ્રિયન (Republican Challenger Steve Dnistrian)ને હરાવ્યા છે. ગોપાલે હરિફ ઉમેદવાર કરતા 60 ટકા વધુ મતો મેળવ્યા છે. આ જીત સાથે ગોપાલે ડેમોક્રેટ્સ માટે બંને વિધાનસભા બેઠકો પર કબજો જમાવ્યો છે. ગોપાલના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે, તેઓ વર્તમાન ન્યુજર્સી રાજ્યના સેનેટરમાં સૌથી નાની ઉંમરના સભ્ય છે અને રાજ્યના ઈતિહાસમાં સેનેટર તરીકે પસંદગી પામેલા પ્રથમ દક્ષિણ-એશિયા અમેરિકી છે. અમેરિકામાં લગભગ 37 રાજ્યોમાં મંગળવારે પરિણામ જાહેર થયા હતા.
ન્યુજર્સી વિધાનસભા (New Jersey Legislature)માં રાજ્ય સેનેટ અને વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં 40 જિલ્લાના 120 સભ્યો છે. પ્રત્યે જિલ્લાની સેનેટમાં એક પ્રતિનિધિ અને વિધાનસભામાં 2 પ્રતિનિધિ હોય છે, જેઓ 4 અને 2 વર્ષના કાર્યકાળ માટે કાર્ય કરે છે. ધ ફિલાડેલ્ફિયા ઈન્ક્વાયરરના અહેવાલો મુજબ નવેમ્બરમાં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં તમામ 120 બેઠકો પર મતદાન થશે.
ગોપાલ સેનેટર તરીકે પ્રથમવાર 2017માં અને ત્યારબાદ 2021માં ફરી પસંદગી પામ્યા. તેમને 58 ટકા મત જ્યારે ડિનિસ્ટ્રિયનને 38 ટકા મત મળ્યા છે. ગોપાલ વર્તમાનમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે અને સેનેટ બહુમતી પરિષદના નેતા છે. તેમણે અગાઉ સેનેટ સૈન્ય અને વયોવૃદ્ધ બાબતોની સમિતિમાં અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ સેનેટ સરકાર, વેજરિંગ, પર્યટન અને ઐતિહાસિક સંરક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અને આરોગ્ય, માનવ સેવા અને વરિષ્ઠ નાગરિક સમિતિના સભ્ય પણ છે.