નવીદિલ્હી, ક્રેગ હેમિલ્ટન પાર્કર કે જે હાલના દિવસોમાં ન્યૂ નોસ્ટ્રેડેમસ તરીકે પ્રસિદ્ધ છે. તેમણે એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી દીધી છે. તેમણે કહ્યું છે કે ટૂંક્સમયમાં પાકિસ્તાન ભારતમાં ભળી શકે છે અને બંને દેશોનો વિલય થઈ શકે છે.
મહત્વનું છે કે ક્રેગ હેમિલ્ટન પાર્કરે કરેલી ભવિષ્યવાણી ખરેખર જ ખૂબ જ ચોંકાવનારી છે.કેમ કે હાલના પરિદૃશ્યને જોતાં આ બંને દેશોમાં મિત્રતા વધે અને દુશ્મનાવટ ઓછી થાય અને બંને દેશો પાછા એક થઈ જાય તેવી સ્થિતિ લાગી રહી નથી. પરંતુ ન્યૂ નોસ્ટ્રેડેમસ તરીકે જાણીતા ક્રેગ હેમિલ્ટન પાર્કરે હાલના સંજોગોથી વિપરીત તદ્દન અલગ જ ભવિષ્યવાણી કરી છે.
તેમણે કહ્યું છે કે આવનારા સમયમાં ભારતની સીમાઓનો વિસ્તાર થશે. જો કે આમાં કેટલો સમય લાગશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ ભારતની સીમાઓમાં આ બદલાવની દુનિયા પર ઊંડી અસર થઈ શકે છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે વર્ષોથી એકબીજાના જૂના અને સદાબહાર દોસ્ત રહેલા ભારત અને રશિયાના સંબંધો બગડી શકે છે.
ક્રેગે કહ્યું હતું કે ચીન અને રશિયાની એક ધરી રચાશે. આ બંને દેશો વચ્ચે જેમ જેમ અલગ અલગ સ્તર પર સંબંધો મજબૂત થશે તેમ તેમ ભારત-અમેરિકા અને બ્રિટનના સંબંધો વિક્સશે. એટલે ભારત અને રશિયાની મિત્રતામાં ખટાશ આવશે. ખાસ કરીને ભારત બ્રિટન-અમેરિકા પાસેથી હથિયારોની ખરીદી કરવાનું ચાલુ કરશે.
અહીં ભારત માટે વધુ એક મુશ્કેલની વાત એ કહી છે કે ચીન અને રશિયા પાકિસ્તાનને તેમની સાથે જોડાવા માટે કહી શકે છે. જે ભારતની વિરુદ્ધમાં હશે. આ બાબતને લઈને ભારત અને ચીન-રશિયાના સંબંધો બગડી શકે છે અને એક નવી તણાવની સ્થિતિ બની શકે છે.
આ પછી ક્રેગે એમપણ કહ્યું છે કે ૨૦૨૪માં પાકિસ્તાનમાં ખતરનાક પૂર આવી શકે છે જેથી પાકિસ્તાનમાં લાખો કરોડો રૂપિયાનું નુક્સાન થશે અને ઘણાં લોકો હતાહત થશે, પણ આ કેસમાં ભારત તેના પાડોશીની દિલ ખોલીને મદદ કરશે. આ ઉપરાંત તેમણે એમપણ કહ્યું છે કે આનાથી બંને દેશો વચ્ચે નજદીકી વધી શકે છે. જો કે ભારત માટે તેમણે કહ્યું છે કે આર્થિક મોરચે ઘણાં નવા પ્રયોગો થશે. ભારત જીવાશ્મ ઈંધણ પરની નિર્ભરતાને ઘટાડશે અને સોલાર એનર્જીમાં સારૂં આગળ વધશે ઉપરાંત આઈટીના સેક્ટરમાં પણ ભારતની ખૂબ સારી પ્રગતિ થશે.