ફરી એક્સાથે જોવા મળ્યા સુષ્મિતા-રોહમન, યુઝર્સે ઢલગાબંધ કોમેન્ટ કરી

મુંબઇ, અભિનેત્રી સુષ્મિતા સેન અને તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલે દિવાળીની પાર્ટીમાં હાજરી આપી હતી. એ પછી આખરે પુષ્ટિ કરી હતી કે તેઓ વચ્ચે કોઈ ખટાશ આવી નથી. બન્ને વચ્ચે સંબંધો સારા છે.બંને ૨૦૨૧ માં છૂટા પડી ગયા હતા. એ પછી માત્ર સારા મિત્રો તરીકે એકબીજાને રજૂ કરી રહ્યા છે. આ પાર્ટી સિવાય પણ બીજા કેટલાક પ્રસંગોમાં તે એકબીજા સાથે જોવા મળ્યા છે.

દિવાળીની પાર્ટીના પાપારાઝી વીડિયોમાં સુષ્મિતા અને રોહમન ખુશીથી કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. સુષ્મિતા મિનિમલ જ્વેલરી સાથે બ્લેક સાડીમાં સજ્જ હતી. રોહમને ગ્રીન બ્લેઝર સાથે સફેદ કુર્તા-પાયજામા પહેર્યો હતો. બન્ને એકબીજાથી ખુશ દેખાઈ રહ્યા હતા. કેમેરા સાથે રોહમને સુષ્મિતાનો હાથ પકડ્યો હતો. સાડીમાં તેને આગળ ચાલવામાં હેલ્પ કરી રહ્યો હતો. સુષ્મિતાની સ્માઈલ અને રોહમનની આ રીતની હાજરી ઘણી બઘી રીતે ઘણું સમજાવી રહી હતી.જોકે, એ પછી સુષ્મિતાએ સોલોમાં પણ કેમેરા સામે પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર એના બ્રેકઅપની લઈને વાતો ફરી તાજા થઈ હતી. આ પોસ્ટ અને વીડિયો પર ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે એવું લખ્યું કે, ઓફિશિયલી બેક ટુ ગેધર અગેઈન, એક યુઝરે એવું લખ્યું કે, થોડા સમય પહેલા આ કપલ્સે બ્રેકઅપ કર્યું હતું. હવે તેઓ ફરીથી સાથે છે એ પણ મિત્ર તરીકે એક યુઝરે એવું લખ્યું કે, સુષ્મિતા મેમ તમારી ઈચ્છા આની સાથે મેરેજ કરવાની છે. વર્ષ ૨૦૨૧ના ડિસેમ્બર મહિનામાં સુષ્મિતાએ એલાન કર્યું હતું કે, તે આ વ્યક્તિ સાથે રિલેશનશીપમાં છે. ત્રણ વર્ષની એકબીજાની ક્નેક્ટિવિટી બાદ તેમણે આ એલાન કર્યું હતું. એ પહેલા તે એકબીજાને ત્રણ વર્ષથી એકબીજાને ગુપ્ત રીતે મળતા હતા. એ પછી બન્ને વચ્ચે બ્રેકઅપ થયું હતું. જોકે, સુષ્મિતા પોતાની વેબસિરીઝ આર્યાને લઈને ચર્ચામાં છે.