ઝાલોદ વણિક સમાજને વાઇબ્રન્ટ દિવાળી-2023 નિમિત્તે આવકારતાં કેળવણી મંડળના પ્રાંગણમાં રંગોળી બનાવાઈ

ઝાલોદ, શૈક્ષણિક સંસ્થાઓમાં હવે દિવાળી વેકેશન ચાલુ થઈ રહેલ છે. ઝાલોદ નગરની સહુથી મોટી શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા વણિક સમાજને વાઇબ્રન્ટ દિવાળી-2023 ના ઉત્સવને આવકારતાં વિવિધ રંગોળી બનાવવામાં આવેલ છે. કેળવણી મંડળમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં વણિક સમાજનો સહુથી મોટો ફાળો રહ્યો છે, તેથી વાઇબ્રન્ટ દિવાળી 2023 ને આવકારતાં સહુ વૈષ્ણવ સમાજનું સ્વાગત કરતા રંગોળી બનાવવામાં આવી હતી. આ નિમિત્તે વિધાર્થીઓ, શિક્ષકો તેમજ કેળવણી મંડળનો સ્ટાફ ઉપસ્થિત રહેલ હતો.