ખેડા, ખેડા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના હસ્તે દિવ્ય મંગલ યાત્રા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દિવ્ય મંગલ રથનો પ્રથમ વિચાર ખેડાના સામાજિક આગેવાન કલ્પેશસિંહ વાઘેલાને આવતા વડોદરાના ઉદ્યોગપતિ મેહુલભાઈ દેસાઈએ આ મંગળરથના નિર્માણમાં સહયોગ આપી રથનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન નીલકંઠ યુવા સમિતિ ખેડા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આશીર્વાદ વચન આપવા પધારેલા જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજએ સનાતન ધર્મનું પાલન કેવી રીતે કરવું અને માનવ જીવન કેવી રીતે સફળ કરવું તેના વિશે ધર્મ સભામાં ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. અને ધર્મરૂપી બોધપાઠ આપ્યો હતો. જેમાં સદાનંદ સરસ્વતીજી મહારાજે ભક્તોને કીધું હતું કે, ધર્મનો ત્યાગ કરવાથી નહીં પણ ધર્મનું પાલન કરવાથી મનુષ્ય જીવન સફળ થાય છે. પૂર્વ જન્મના સારા પુણ્યથી મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. અનેક જન્મોમાંથી પસાર થયા પછી જ્યારે આપણને આ મનુષ્ય દેહે મળ્યો હોય ત્યારે આપણે સંસારમાં ધર્મ અને ભક્તિ રૂપી કામ કરવાનું હોય છે. એ કામ કરતા નથી અને જીવનની મોહમાયામાં આપણું જીવન પૂર્ણ કરી નાખીએ છીએ. આપણા માતા-પિતા ગુરૂએ જે આપણને શિક્ષા આપી છે. એ શિક્ષા સાથે ચાલીને જીવનને ધન્ય બનાવવું જોઈએ જે લોકો જીવનમાં સારા કર્મો કરતા હોય છે. એવા લોકોના હૃદયમાં પરમાત્માનો નિવાસ થાય છે. દરેક મનુષ્યના માતા-પિતા હોય છે. એમના પણ માતા પિતા હોય છે. પરંપરાગત સંસારમય જીવનમાં દરેકના પિતા હોય છે, પણ અંતમાં કોઈ તો પરમ પિતા છે ને જ્યાંથી સૃષ્ટિનો પ્રારંભ થયો છે. જેને આપડે ઈશ્ર્વર કહીએ છીએ મનુષ્ય જીવનમાં ગુરૂ અને શાસ્ત્ર આપણને ધર્મના માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે છે. એટલા માટે આપડી જે કુળ પરંપરા છે, આપણા જે ધર્મ શાસ્ત્ર છે. જેમાં રામાયણ ભાગવતજી દેવી ભાગવત વેદ પુરાણ જેવા શાસ્ત્રોને વિધિ વિધાન પ્રમાણે પૂજન કરવું જોઈએ જે કરવાથી મનુષ્ય જીવનની ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય છે. સાથે માતા-પિતાની સેવા કરવી જોઈએ અને રોજ ગામમાં દેવ મંદિર દર્શન કરવા માટે જવાથી આ મનુષ્ય જીવન આપણે સાર્થક બનાવી શકીએ છીએ.