ગોધરા શહેર-અમદાવાદ અને મહેસાણામાં ચડ્ડી બનીયાનધારી ધરફોડ ચોરી કરતી ગેંગના બે સભ્યોને ઝડપી સોના-ચાંદીના દાગીના 49,882/-રૂપીયાના મુદ્દામાલ સાથે એલ.સી.બી.પોલીસે ઝડપ્યા

  • ગોધરા ખાતે ચોરીના દાગીના વેચવા આવેલ ચોર ઈસમો ઝડપ્યા.

ગોધરા,પંચમહાલ જીલ્લાના ગોધરા, અમદાવાદ શહેર અને મહેસાણા જીલ્લામાં ચડ્ડી બનીયાન ધારણ કરી ચોરી કરતી ગેંંગના બે સભ્યો સોના-ચાંદીના દાગીના સાથે બે ઈસમો ગોધરા બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે બે ઈસમોને ઝડપી કિંમત 49,882/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી ધરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો.

ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, ગોધરા, અમદાવાદ, મહેસાણા જીલ્લામાં ચડ્ડી બનીયાન ધારણ કરી ધરફોડ કરતી ગેંંગના બે સભ્યો દાહોદ બાજુના સોના-ચાંદીના દાગીના મુદ્દામાલ વેચાણ માટે ગોધરા આવેલ છે અને બન્ને ઈસમો ગોધરા બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે બે ઈસમો દિનેશ માનસીંગભા મીનામા (વડવા મેડા ફળીયા,ગરબાડા), વિક્રમ માનસીંગભાઇ ભાભોર (વડવા, ઓસરી ફળીયા, ગરબાડા)ને ઝડપી પાડયા હતા. પકડાયેલ ઈસમો પાસેથી ચાંદીનો કંદોરો, ચાંદીની પાયલ, ચાંદીના સિકકા, સોનાની બુટ્ટી મળી કુલ 49,882/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. એલ.સી.બી.પોલીસે ઝડપાયેલ ચોર ઈસમોની પુછપરછ કરતાં ગોધરા બસ ડેપોથી પુલ પાસે સોસાયટીમાં 15 દિવસ અગાઉ તાળુું તોડી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કર્યાની કબુલાત કરી. કડી શહેરમાં સોસાયટીના બંધ મકાન માંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી, પંદર દિવસ પહેલા મહેસાણા રીંગ રોડથી એક કિલો મીટર દુર સોસાયટીના બંધ મકાન માંથી દાગીના અને રોકડની ચોરી, કડી શહેર નજીક રેલ્વે પાટા નજીક સોસાયટીમાં બંધ મકાન માંથી દાગીના અને રોકડની ચોરી, 10 દિવસ પહેલા અમદાવાદ વટવા વિસ્તારમાં કેનાલની બાજુમાં સોસાયટી માંથી સોના-ચાંદીના દાગીના રોકડની ચોરી કર્યાની કબુલાત કરી.

સહ આરોપી….

રાકેશ છગનભાઇ ભાભોર (વડવા-ગરબાડા),

દિલીપભાઇ સોની (જેસાવાડા-ગરબાડા),

અજયભાઇ દિલીપભાઇ સોની (જેસાવાડા-ગરબાડા)