બાલાસિનોર, મહિસાગર જિલ્લા ઉઘોગ કેન્દ્રોમાં કોૈભાંડની આશંકા વચ્ચે બાલાસિનોરના પુર્વ ધારાસભ્યએ લેખિત અને મોૈખિક રજુઆત કરી છે.
પુર્વ ધારાસભ્ય અજીતસિંહ ચોૈહાણ દ્વારા મુખ્યમંત્રી અને ગાંધીનગર ઉઘોગ ભવનમાં કરાયેલી રજુઆતમાં જણાવ્યા મુજબ મહિસાગર જિલ્લા ઉઘોગ કેન્દ્ર દ્વારા પશુપાલન ખરીદ યોજના સબસિડીમાં ગેરરિતી આચરીને કોૈભાંડ કરાયુ છે. પશુપાલન ખરીદી પર સરકાર દ્વારા સામાન્ય સ્ત્રીને અંદાજિત 1.25 લાખની સબસિડી મળવાપાત્ર છે. જયારે સામાન્ય પુરૂષને 75 હજાર સબસિડી મળવાપાત્ર હોય છે. જેમાં જિલ્લા ઉઘોગ કેન્દ્રના અધિકારીઓના વહીવટદારો જી.એસ.ટી.વગરના કવોટેશન મુકતા હોય છે. તે આધારે સબસિડી પણ નિયમમાં આવતા બેંક સ્ટેટમેન્ટ કે પશુઓના ઈન્સ્યોરન્સની ખાતરી કર્યા વગર માત્ર બે-ચાર મહિનામાં સબસિડીની રકમ ચુકવી દેવાય છે. જેમાં લોન ધારકોને માત્ર દસ-વીસ હજાર રૂપિયા આપી સબસિડીના કરોડો રૂપિયા અધિકારીઓ અને તેમના મળતિયા એજન્ટો ખાય જાય છે. જેની તલસ્પર્શી તપાસ કરાય તો મોટુ કોૈભાંડ ઉજાગર થાય તેમ હોવાનુ પણ તેઓએ જણાવ્યુ છે. આ બાબતે મહિસાગર જિલ્લા ઉઘોગ કેન્દ્રના જનરલ મેનેજરનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે પોતે કોઈ જાણતા નહિ હોવાનુ કહ્યુ હતુ.