દાહોદ, દાહોદ તાલુકા પોલીસે દાહોદ તાલુકાના રેંટીયા ગામે પડ ફળિયા દાહોદ-લીમડી રોડની બાજુમાં સાંજના સમયે દુકાનની પાછળના ભાગે પત્તા પાના વડે હારજીતનો જુગાર પર ઓચિંતો છાપો મારકી રોકડ, ચાર જેટલા મોબાઈલ તથા પત્તાની કેટ મળી રૂા.41,430ના મુદ્દામાલ સાથે પાંચ ખેલીઓની ધરપકડ કરી જેલના સળીયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ તાલુકાના રેટીંયા ગામે પડ ફળિયામાં દાહોદ-લીમડી રોડની બાજુમાં આવેલ દુકાનની પાછળના ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાના વડે પૈસા ઉપર હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી દાહોદ તાલુકા પોલીસમને મળતા તાલુકા પોલીસની ટીમે બાતમીમાં દર્શાવેલ રેટીંયા ગામે પડ ફળિયા દાહોદ-લીમડી રોડની બાજુમાં આવેલ દુકાનની પાછળની ખુલ્લી જગ્યામાં રમાતા જુગાર પર ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા રેટીંયા ગામના પડ ફળિયાના કનુભાઈ ચુનીયાભાઈ બીલવાળ, ચોરા ફવિયાના દેવેન્દ્રભાઈ હીમલાભાઈ બીલવાળ, અલ્પેશભાઈ વિનોદભાઈ બીલવાળ, રાકેશભાઈ રાજુભાઈ બીલવાળ તથા પડ ફળિયાનાં કલસીંગભાઈ જોખાભાઈ બીલવાળને દબોચી લીધા હતા. પોલીસે સાથે સાથે સ્થળ પરથી દાવ પરના રૂપિા2,090ની રોકડ, તથા પકડાયેલા ઉપરોક્ત પાંચની અંગઝડતી લઈ રૂા.8.340ની રોકડ, રૂા.30,000ની કુલ કિંમતના મોબાઈલ નંગ.4 તથા પત્તાની કેટ નંગ-1 મળી કુલ રૂપિયા 41,430નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ પકડાયેલા પાંચે જણા વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.