ગોધરા રાષ્ટ્રીય એકતા શિબીરમા ભાગ લેવા આવેલા 188 જેટલા વિદ્યાર્થીઓને માનગઢ ધામની મુલાકાત કરાવામા આવી

ગોધરા,દેશના રાજ્યોમાંથી આવેલા 188 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય એકતા શિબીર દરમિયાન અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. સાત દિવસ સુધી ચાલનારા આ આદિવાસી અસ્મિતા પર્વ કાર્યક્રમમાં ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક,મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરલ અને તેલંગાણા રાજ્યોના વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો. ત્યારે એકતા શિબીર અંતર્ગત અલગ અલગ રાજ્યો માંથી આવેલા વિદ્યાથીઓને માનગઢ ધામની મુલાકાત કરવામા આવી હતી.

રાષ્ટ્રીય એકતા શિબિર એટલે કે એનઆઇસી જેનું આયોજન શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ના એન એસ એસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સહિત કુલ નવ રાજ્યોના 200 ઉપરાંત વિદ્યાર્થીઓએ તાજેતરમાં માનગઢ ધામની મુલાકાત લઈ માનગઢનો ઇતિહાસ જાણ્યો હતો. છત્તીસગઢ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કેરાલા, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન સહિતના વિદ્યાર્થીઓએ ગુરૂ ગોવિંદનો ઇતિહાસ જાણી જલિયાવાલા બાગથી પણ જધન્ય અપરાધ અંગ્રેજોએ માનગઢ ધામ ખાતે કર્યો હતો. ત્યારે દેશને આઝાદી આપવામાં શ્રી ગુરૂ ગોવિંદની ભૂમિકા જાણી સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા. સમગ્ર પ્રવાસનું આયોજન એનએસએસ ના યુનિવર્સિટીના કોર્ડીનેટર ડો.મયંકભાઈ શાહની આગેવાનીમાં એનએસએસ ટીમ દ્વારા સંપન્ન થયું હતું.