શહેરા તાલુકાના વાંટાવછોડા પાસે પીકઅપ સ્ટેન્ડને નુકશાન પહોચાડીને બાંકડા તોડી નાખતા અસામાજીક તત્વો

શહેરા,પંચમહાલ જીલ્લામાથી પસાર થતા હાલોલ- શામળાજી હાઈવે પર આવેલા પીકઅપ સ્ટેન્ડના બાકડા તોડી નાખવામા આવ્યા છે. વાંટાવછોડા પાસે આવેલા પીકઅપ સ્ટેન્ડના બાંકડાઓ તોડી નાખવામા આવ્યા છે. જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને ઉભા રહેવુ પડે છે.

શહેરા તાલુકાના વાટાવછોડા પાસે આવેલા પીકઅપ સ્ટેન્ડના બાંકડાઓને અસામાજીક તત્વો દ્વારા તોડી નાખવામા આવ્યા છે. જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે. વાટાવછોડા ગામ પાસે ગોધરા-લુણાવાડા હાઈવે પસાર થાય છે. આ રોડ પર મુસાફરો બેસી શકે તે માટે પીકઅપ બસ સ્ટેશન બનાવીને તેમા બાકડાઓ મુકવામા આવ્યા હતા. પણ પાછલા દિવસોથી જોઈએ તો અહી મુસાફરોને બેસવાના બાંકડાઓ તુટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે મુસાફરોને ઉભા રહેવુ પડે છે. વાટાવછોડાના આ પીકઅપ સ્ટેન્ડ પાસે જ ઈજનેરી કોલેજ આવેલી છે. આ કોલેજમાં અપડાઉન કરનારાઓ બસમાં આ સ્ટેન્ડથી બેસે છે. ત્યારે હાલમાં બાકડાઓ તોડી નાખ્યા હોવાથી ઉભા રહેવાનો વખત આવે છે.