નર્મદા : જિલ્લાના આદિવાસી તડવી યુવાન ઉત્પલ પટવારીને પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ 2023 ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા ગુજરાત રાજ્યના 33 જિલ્લા માંથી પ્રકૃતિ સંરક્ષણ કરતા શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે.
આ એવોર્ડ માટે દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લામાંથી શિક્ષક તરીકે કામ કરતા આદિવાસી તડવી યુવાન ઉત્પલ પટવારીની પસંદગી કરવામાં આવી છે. રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા ગુજરાત રાજ્યના 33 જિલ્લા માંથી પ્રકૃતિ સંરક્ષણ અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રકૃતિ સંરક્ષણ કરતાયુવાનો પૈકી પટવારીની પસંદગી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં શિક્ષક તરીકે કામ કરતા આદિવાસી તડવી યુવાન ઉત્પલ પટવારીની પસંદગી પામ્યા હતા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગરુડેશ્વર તાલુકાના ભાણદરા ગામે રહેતા અને વ્યવસાય એ શિક્ષક એવા ઉત્પલ પટવારીએ પોતાના વ્યવસાય ની સાથે પ્રકૃતિમાં પણ રસ કેળવ્યો હતો અને તેમના પ્રયાસોથી પોતાના ખેતર અને આજુબાજુના વિસ્તારમાં એક લાખથી વધુ વૃક્ષો તેમણે વાવ્યા હતા તથા વાવેલા વૃક્ષોની કાળજીને કારણે ત્યાં ઘણા બધા પક્ષીઓનો વસવાટ થયો હતો. એમણે પોતાના રહેઠાણ માં ફેરફાર કરીને કેમ્પ સાઈડ ઊભી કરી જેની મુલાકાતો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ કરે છે.