નકલી સરકારી કચેરી કેસમાં વધુ બે સકંજામાં, ફરિયાદી જ નિકળ્યો આરોપી

છોટાઉદેપુર, છોટા ઉદેપુરના નકલી સરકારી કચેરી કેસમાં વધુ બે આરોપી સકંજામાં આવ્યા છે. નકલી સરકારી કચેરીના કૌભાંડની ફરિયાદ દાખલ કરાવનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. એસઆઇટીએ બે આરોપી જાવેદ માકનોજીયા અને ચંદુ કારેલીયાની ધરપકડ કરી છે. ચંદુ કારેલીયા પૂર્વ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની ધરપકડ કરી છે.

છોટ ઉદેપુરના નકલી સરકારી કચેરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નકલી સરકારી કચેરીના કૌભાંડની ફરિયાદ દાખલ કરાવનાર ફરિયાદી જ આરોપી નીકળ્યા છે. બે આરોપી જાવેદ માકનોજીયા અને ચંદુ કારેલીયાની ધરપકડ કરી છે. ચંદુ કારેલીયા પૂર્વ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી હતો.

છોટા ઉદેપુરમાં સરકારને ૪ કરોડથી વધારેનો ચુનો લગાવનારા કેસમાં વધુ બેની ધરપકડ કરવામાં આવી છે, એસઆઇટીએ તપાસનો ધમધમાટ શરૂ કરતા હવે ધીમે ધીમે આરોપીઓ પકડાઈ રહ્યા છે, પહેલા પણ ૨થી વધારેની ધરપકડ કરવામાં આવી ચુકી છે, જ્યારે એક આરોપી અંક્તિ સુથાર ૫ દિવસ રિમાન્ડમાં છે. નકલી એન્જીનીયર સંદિપ રાજપૂત અને અબુબકર સૈયદની પહેલા ધરપકડ કરવામાં આવી હતી.