રાજકોટમાં ૩ મહિનામાં ૧૧ ટન અખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી

રાજકોટ, દિવાળીના પર્વના હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે છેલ્લા ૩ મહિનામાં દૂધની બનાવટમાં ભેળસેળયુક્ત ૧૧ હજાર કિલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં મીઠાઈ, મલાઈ, માવો, પનીર, ચીઝનો સમાવેશ થાય છે. એટલે કે દૂધમાંથી બનતી તમામ વસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ થઇ રહી છે. નકલી ઘી, અખાદ્ય માવા પછી હવે પનીરમાં પણ ભેળસેળ જોવા મળી છે.

હવે આવી સ્થિતિમાં નાગરિકો માટે સવાલ એ સર્જાયો છે કે ખાવું તો શું ખાવું. શું આવી સ્થિતિમાં માણસો ખાવા-પીવાનું છોડી દે. કદાચ એકપણ રાજકોટવાસીઓ એવો નહીં હોય કે જેણે દૂધ કે ઘીનો ઉપયોગ નહીં કર્યો હોય,જેને પનીર કે મલાઇનો ઉપયોગ નહીં કર્યો. જેને મીઠાઇ આરોગી હોય નહી હોઈ. જો બધુ જ નકલી છે તો તેનો સીધો અર્થ કે નાગરિકોએ અત્યાર સુધી નકલી ચીજવસ્તુઓનો સીધો શિકાર બની રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં જે જથ્થો ઝડપાયો તે લોકો સુધી પહોંચતો અટકી ગયો છે. પરંતુ જે જથ્થો વેચાઇ ગયો તેનું શું. આરોગ્ય વિભાગ તહેવાર પહેલા મોટાપાયે ડ્રાઇવ ચલાવીને ભેળસેળીયા પર તવાઇ બોલાવી રહ્યું છે. ત્યારે આવા સંજોગોમાં આપની સતર્કતા જ આપને બચાવશે.અન્યથા તહેવારોમાં આપનું બીમાર પડવું નક્કી છે.