
હાલોલ, ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, હાલોલ નવજીવન હોટલના પાર્કિંગમાંં ઉભેલ ટ્રકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે ટ્રક માંથી કવાટરીયા પેટી નંગ-800 કિંમત 38,40,000/-રૂપીયા ટ્રક મોાબઈલ ફોન-2 રોકડા મળી 58,53,810/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ નવજીવન હોટલના પાર્કિંગમાં ઉભેલ અશોક લેલન્ડ ટ્રક નં. ડીડી.01.જી.9559માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરેલ તેવી બાતમી એલ.સી.બી.પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે બાતમીવાળી ટ્રકની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટ્રક માંંથી રોયલ બ્લયુમલ્ટ વ્હીસ્કીના કવાટરીયા પેટીઓ નંગ-800 કિંંમત રૂપીયા 38,40,000/-ટ્રક, મોબાઈલ ફોન, રોકડા-810/-રૂપીયા, તાડપત્રી મળી કુલ 58,53,810/-રૂપીયાના મુદ્દામાલ સાથે મોહન શંકરજી જોષી રહે. ખાડકાલીયા, સલુમ્બર, રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે હાલોલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.