ગોધરા-અમદાવાદ હાઈવે સિમલા વિસ્તારમાંં પ્લાસ્ટીક બેગના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી

ગોધરા,ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર સિમલા વિસ્તારમાં આવેલ પ્લાસ્ટીક બેગના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. આગની ધટનાની ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાયટરો આવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર સિમલા વિસ્તારમાંં આવેલ પ્લાસ્ટીક બેગના ગોડાઉનમાં આકસ્મિક આગની ધટના બની હતી. પ્લાસ્ટીક બેગ ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગની ધટનાને લઈ લોકટોળા એકઠા થયા હતા. આગની ધટનાની ફાયર ફાયટરને ફોન કરી જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદ્દનસીબે આગની ધટનામાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી.