ગોધરા શહેરમાં ફલાયઓવર બ્રીજની શરૂ થનાર કામગીરી પહેલા રૂટ ઉપરના દબાણોને લઈ વહીવટી તંત્ર દ્વારા નિરીક્ષણ કરાયું

  • જીલ્લા કલેકટર દ્વારા નડતરરૂપ દબાણો દુર કરવા સુચન.

ગોધરા, ગોધરા શહેરની મધ્યમાંથી પસાર થતાં હાઈવે રોડ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે ફલાય ઓવર બ્રીજના નિર્માણ કાર્ય શરૂ થનાર હોય જેને લઈ જીલ્લા વહિવટી તંત્રના જીલ્લા કલેકટર, પોલીસવડા, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સાથે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

ગોધરા શહેરમાં રેલ્વે ઓવર બ્રિજથી પ્રભા પુલ સુધીના શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે ફલાય ઓવર બ્રિજના નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવનાર છે. ફલાય ઓવર બ્રિજની કામગીરી દરમિયાન ઉભી થનાર ટ્રાફિકની સમસ્યા તેમજ રોડ ઉપરના નડતરરૂપ દબાણોના નિરીક્ષણ માટે જીલ્લા વહિવટી તંત્રના મુખ્ય અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા રૂટનુંં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેનો વડોદરા તેમજ અમદાવાદ રૂટની બસો બાયપાસ કરવા તેમજ શહેર માંંથી પસાર કરવાના રૂટ માટે નિરીક્ષણ કરાયુંં હતું. જીલ્લા કલેકટર દ્વારા નડતરરૂપ દબાણો દુર કરવા સુચનો કરાયા હતા.