લીમખેડા પોલીસે રૂ. 9.34 લાખના વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો

દાહોદ,દાહોદ જિલ્લાના લીમખેડા ડીવીઝનમાં આવતા રણધીકપુર પોલીસ સ્ટેશનનો રૂા. 9.34 લાખના વિદેશી દારૂનો જથ્થો દેવગઢ બારીયાના શિગેડી ગામે નાશ કરવામાં આવ્યો હતો.

રણધીકપુર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂ તથા બિયરના કુલ42 ગુના નોંધાયા હતા. તેમાં 6079 નંગ બિયર તથા ઇંગ્લિશ દારૂની બોટલો મળી રૂા. 9,34,516નો જથ્થો રણધીકપુર પોલીસ સ્ટેશન થી દેવગઢ બારીયાના શિગેડી ગામે ટ્રકમાં રણધીકપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.એમ. માલી સાથે રાખીને લઈ જવામાં આવ્યો હતો. જ્યારે આ મુદ્દામાં શિગેડી પહોંચતા મદદનીશ પોલીસ અધિક્ષક લીમખેડા ડિવિઝનના બીશાખાબેન જૈન, પ્રાંત ઓફિસર બી.જી. નિનામા, નશાબંધી અને આબકારી અધિકારી દાહોદ એમ.બી.વાઘેલા તથા તમામ થાણા ડિવિઝન અધિકારીઓ તથા નાયબ મામલતદાર વગેરેની ઉપસ્થિતિમાં આ ઇંગ્લિશ દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.