એબીવીપીનો જોઈન્ટ સેક્રેટરી જર્નાલિઝમની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો

સુરત, સુરતમાં એબીવીપીનો જોઈન્ટ સેક્રેટરી જર્નાલિઝમની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો. એબીવીપીનો જોઈન્ટ સેક્રેટરી ભાજપના યુવા મોરચાનો કાર્યકર છે. જર્નાલિઝમની પરીક્ષામાં સ્કોડની ટીમે એબીવીપીના જોઈન્ટ સેક્રેટરી ઉપરાંત અન્ય એક વ્યક્તિને ચોરી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા. વિદ્યાર્થીઓના હિત માટે પ્રશ્નો ઉઠાવનાર એબીવીપીનો સભ્ય ખુદ પરીક્ષાના પ્રશ્નોનો સામનો કરી ના શક્તા પરીક્ષામાં ચોરી કરી રહ્યો હતો. જ્યારે સ્કોડે રંગેહાથ ભાજપના કાર્યકર ઉપરાંત એબીવીપીના સભ્યને ચોરી કરતા રંગેહાથ ઝડપ્યો.

એબીવીપીનો જોઈન્ટ સેક્રેટરી વીએનએસજીયુ(વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી )માં જર્નાલિઝમની પરીક્ષા આપી રહ્યો હતો. સેક્રેટરીની સાથે અન્ય એક વ્યક્તિ માઇક્રો ઝેરોક્ષ કરેલ કાપલીમાંથી પરીક્ષાના જવાબો લખી રહ્યા હતા. સ્કોડ જર્નાલિઝમની પરીક્ષા સમયે વીએનએસજીયુમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે આ બંને વિદ્યાર્થીઓ પાસેથી આ કાપલીઓ મળી આવી. આ વિદ્યાર્થીઓમાંથી એક ભાજપના કાર્યકર અને એબીવીપીનો જોઈન્ટ સેક્રેટરી હોવાનું સામે આવતા પક્ષ અને સંસ્થાના માણસો નારાજ થયા છે.

હાલમાં જર્નાલિઝમમાં કારકદીમાં વિશાળ તકો રહેલી છે. જે લોકો પત્રકાર, એક્ધર અથવા મીડિયા સાથે જોડાવા ઇચ્છતા હોય તે લોકો ગ્રેજ્યુએશન પછી જર્નાલિઝમમાં જોડાય છે. જર્નાલિઝમ કેટલીક પરિસ્થિતિઓમાં લાભર્ક્તા બને છે. બીજી તરફ પત્રકારત્વની દુનિયા એવી વ્યક્તિની માંગ અને માંગણી કરી રહી છે. જે તેમાં કારકિર્દી બનાવવા માટે ગંભીર હોય. અત્યારના સમયમાં અપડેટ રહેવા માટે જર્નાલિઝમ એક શ્રેષ્ઠ ફિલ્ડ માનવામાં આવે છે જે તમને તમામ બાબતો સાથે સાંકળે છે. સંભવત આ બાબતોને ધ્યાનમાં રાખી એબીવીપીઁના જોઈન્ટ સેક્રેટરી જર્નાલિઝમ કોર્સમાં જોડાયા હશે. પરંતુ તૈયારીના અભાવે ભાજપના યુવા કાર્યકર અને વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને લડનાર એબીવીપીના સભ્ય કાપલી બનાવી પરીક્ષામાં ચોરી કરી રહ્યા હતા જેને સ્કોડે ઝડપી પાડ્યા.