
નવીદિલ્હી,દિલ્હીમાં હવા સતત ઝેરી બની રહી છે અને વાયુ પ્રદૂષણની દિલ્હીના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી આવી રહી છે ત્યારે દિલ્હીના શિક્ષણ મંત્રીએ પ્રદૂષણના સ્તરને ધ્યાને રાખીને પ્રાથમિક શાળાઓ ૧૦મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
દેશની રાજધાની દિલ્હીમાં ઝેરી હવામાંથી રાહત મળવાની હાલ કોઈ સંભાવના દેખાઈ રહી નથી અને વાતાવરણ સુધરતું નથી. હવાની ગુણવત્તા હજુ પણ ગંભીર સ્થિતિમાં છે તેમજ વાયુ પ્રદૂષણને કારણે લોકોની હાલત ખરાબ છે ત્યારે દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓને ૧૦ નવેમ્બર સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે તેમજ ધોરણ ૬થી ૧૨ સુધીના વર્ગો ઓનલાઈન શિફ્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.