દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી છતાં ફટાકડાના રિટેઇલ માર્કેટમાં મંદી જેવો માહોલ

અમદાવાદ, દારૂખાનુંનો ભાવ વધતા આ વર્ષે ફટાકડામાં આઠથી દસ ટકાનો વધારો થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૦૦થી વધુ વેપારીઓએ લાઇસન્સ મેળવીને ફટાકડાનો ધંધો ચાલુ કર્યો છે. જ્યારે માણેકચોક, પાનકોર નાકાથી ગાંધીરોડ, દિલ્હી ચકલા, નારણપુરા સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર નાનાં બાળકો માટેના તારામંડળ, સાપોલિયા, ચકરડી, ટીકડીઓનું વેચાણ કરી રહ્યા છે. વેપારીઓ ધારણા સેવી રહ્યા છે છેલ્લા સમયે ફટાકડામાં ધરાકી નીકળશે, પરંતુ છેલ્લા વર્ષની ગણતરીમાં આ વખતે ફટાકડાની ખરીદીમાં ખાસ્સી ૨૫થી ૩૦ ટકા અસર થવા પામી છે. હાલ બજારમાં રૂા.૧૦થી લઈ રૂા.૧૫,૦૦૦ સુધીના ટાકડા ઉપલબ્ધ છે. સૌથી વધુ નાનાં બાળકોના જમીની ટાકડા અને યુવાનો માટે આકાશી ટાકડા શોટ્સનો ક્રેઝ વધુ છે. બાળકોની ફુલઝરમાં સ્પાર્કલ, પીકોક, જમ્પર જેવા ટાકડાની માગ વધુ છે.

શહેરના જાણીતા ફટાકડા બજારો પૈકી રાયપુર દરવાજા ફટાકડા બજાર, દિલ્હી દરવાજા ફટાકડા બજાર, મણિનગર ફટાકડા બજાર, બાપુનગર-સરસપુર ફટાકડા બજાર, પાલડી, વાસણા અને એસ.જી. હાઇવે પરના બજાર ઉપરાંત નારણપુરા અંકુર ફટાકડા બજાર સાથે વાપુરના ફટાકડા બજારમાં છેલ્લા ચારેક દિવસથી ઠીક ઠીક પ્રમાણમાં ઘરાકી ઊઘડી હોવાથી નાનાં બાળકો માટેના તારામંડળ, સાપોલિયા, ચકરડી, ટીકડી અને કૃષ્ણછાપ લક્ષ્મી છાપ નાના ફટાકડાની મોટી લૂમના માલનું વેચાણ થયું છે. નાના બાળકોના ફટાકડાના ભાવમાં સરેરાશ ૮થી ૧૦ ટકાનો વધારો થયો છે, જેના લીધે ફટાકડાની ધરાકી દર વર્ષ કરતાં ઓછી જોવા મળી રહી છે. સ્ટોલ કે મોટી દુકાનના બદલે લારીમાં છૂટક ફટાકડા વેચતા લારીવાળાઓ નાનાં બાળકોના ફટાકડાના વેચાણ ચાલુ થયું છે.

ટાકડા બજારમાં નવી ફેન્સી આઇટમની સાથે સાથે ડ્રોન ફટાકડાનું આકર્ષણ વધુ જોવા મળે છે. ડ્રોન ફટાકડો ૧૫થી ૨૦ ફૂટની ઊંચાઈએ જઈ આકાશમાં ફૂટશે. આમ જોઈએ તો પ્રતિબંધિત ઊંદરડીનું ડ્રોન ફટાકડો નવું વર્ઝન છે, એટલે દિવાળી સમયે ડ્રોન ટાકડાની માંગમાં વધારો થાય તેવા અણસાર છે. દિવાળીના તહેવારમાં નાનાં બાળકો માટે ચાંદલિયો ફેવરિટ આઇટમ છે, ચાર-પાચ દાયકા બાદ હવે ચાંદલિયાનો યુગ સમાપ્ત થયો છે. આ વખતે ચાંદલિયા બંધ થઈ ગયા છે તેના બદલે રિંગકેપ અને રોલનું ચલણ વધ્યું છે. આ ઉપરાંત શૂટરગન, ફ્લેશ લાઈટ, કેમેરા લાઇટ, મ્યુઝિકલ રોલ, પીકોક, પ્લેગન નામના ફટાકડા નવા જોવા મળશે.

બજારમાં બે હજાર જેટલાં અલગ અલગ ફટાકડાની આઇટમો આકાશી ટાકડા ૪૫૦થી વધુ અને જમીની ટાકડા ૨૫૦થી વધુ છે. અંદાજે ૨,૦૦૦થી વધુ અલગ અલગ ટાકડા માર્કેટમાં મળી રહ્યા છે. નાના બાળકોને ફુલઝર, ફુવારા, જમીન ચકરી વધુ પસંદ હોય છે. ફુવારાના રૂ. ૪૦-૩૫૦, જમીન ચકરી રૂ. ૪૦-૪૫૦ ઉપલબ્ધ છે. સૌથી વધુ યુવાનો આકાશી ફટાકડા શોટ્સ ખરીદવાનું પસંદ કરે છે. જેમાં પચ્ચીસથી એક હજાર શોટ્સના ટાકડા ઉપલબ્ધ છે. જે જમીન પરથી સીધા આકાશમાં જઇ ફૂટે છે અને આકાશને રંગીન બનાવી દે છે.