શહેરા,શહેરા તાલુકા સંકુલ ચાર સર્જનનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન વાઘજીપુર ખાતે આવેલી એન.એમ. વિદ્યામંદિર ખાતે રાખવામાં આવ્યું હતું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 48જેટલી કુર્તીઓ ગણિત વિજ્ઞાનની રજુ કરવામાં આવી હતી.
શહેરા તાલુકા સંકુલ ચારની શાળાઓનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન એન.એમ. વિદ્યામંદિર ખાતે યોજાયું હતું. તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 40જેટલી ગણિત વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણને લગતી એક-એક થી ચડિયાતી કુર્તીઓ પ્રદર્શન નિહાળવા માટે આજુબાજુની શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી આવ્યા હતા. ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજવાનો મુખ્ય આશય હોય છે કે સમાજમાં વધતી જતી સમસ્યાઓ માટે સરળતાથી અને ઝડપી માર્ગદર્શન દ્વારા સરળીકરણ બને તથા આજના વિદ્યાર્થીઓ પણ આવતીકાલના ભારતના ભાવિ વૈજ્ઞાનિકો બની દેશના વિકાસમાં સહયોગી બની શકે તેમજ વિજ્ઞાનની શોધખોળો આજે પણ સમાજને નવો યુગ પ્રાપ્ત થયેલ જોવા મળી રહયો છે. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષકો તેમજ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષક તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.