વ્યસનોથી મુકત મનુષ્યના જીવનમાં સુખ, શોભા, સમુધ્ધિ હંમેશા પ્રસરતી રહે છે.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિરના 48મા પાટોત્સવ અંતર્ગત બે દિવસીય વ્યસનમુક્તિ શિબિર પણ યોજાઈ હતી.
આ પ્રસંગે જીલ્લા કલેકટર આશીષકુમાર ગોધરા પધાર્યા હતા. તેઓ એ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા જે કાર્યક્રમો થઈ રહ્યા છે, જે સમાજ માટે પ્રેરણાદાયક છે. સંસ્થાન દ્વારા શિક્ષણમાં મોટું યોગદાન છે. વ્યસનોથી મુકત મનુષ્યના જીવનમાં સુખ, શોભા, સમુધ્ધિ હંમેશા પ્રસરતી રહે છે.
બી. એસ. ગરેવાલ આર્મી એટમીનીસ્ટ્રેટીવ ઓફિસર, સુબેદાર મેજર લક્ષ્મણસિંહ, ડીસ્ટ્રીક પ્રોજેક્ટ ઓફિસર વિરલકુમાર તથા મકવાણા પણ કાર્યક્રમમાં પધાર્યા હતા.