દાહોદ(ક)ની ગરીબ આદિવાસીની જમીનમાંં વારસદારો છુપાવીને ભુમાફિયાઓ દ્વારા જમીન પડાવી લેવાનો પર્દાફાશ થયો

ગોધરા, દાહોદ કસ્બાની એક જમીનના 7 વ્યકિતઓની સંયુકત માલિકીની હોય આ જમીનના વારસદારો પૈકી પાંચ વ્યકિતઓને બિન ફરજન દર્શાવી માત્ર બે વ્યકિતના નામે 73 એએના નિયંત્રણો હટાવવા માટે અરજી કરી નિયંત્રણો દુર કરવાની પરવાનગી લઈને વેચાણ દસ્તાવેજ કરાયો હતો. દાહોદ (કસ્બા)ની જમીનમાં 7 વ્યકિત પૈકીના જે પાંંચ વ્યકિતનો બિન ફરજન દર્શાવવામાં આવ્યા હોય તેના વારસદારો દર્શાવવામાં આવ્યા હોય તેના વારસદારો આ જમીનમાં વારસદારો છુપાવીને બારોબાર વેચાણ દસ્તાવેજ કરાયા હતા. આ જમીનના વારસદારો જે બીન ફરજન દર્શાવવામાં આવ્યા છે. તે વ્યકિતઓના મરણના દાખલાઓ દાહોદ કોર્ટ માંથી ચાર થી છ માસના ગાળાની મરણ તારીખ દર્શાવીને મરણના દાખલા મેળવવામાં આવ્યા છે. આ જમીનમાં વારસદારો પૈકી પાંંચ વારસદારોને બિન ફરજન દર્શાવીને માત્ર બે વારસદારો સાથે સાંઠગાંંઠ કરીને ભુમાફિયાઓ દ્વારા રચવામાં આવેલ ષડયંત્રમાં ગરીબ આદિવાસીઓની જમીન પડાવી લેવાના કિસ્સામાં ભુમાફિયાઓની ભુમિકાની તટસ્ટ તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે.