સંતરામપુર, ગામના લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે વિકાસના પ્રશ્ર્નો બાબતે ચર્ચા થઈ શકે તે માટે દર વર્ષે ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવે છે સરકારના વિભાગો અને ગામના લોકો અને ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્ચે અને પરસ્પર સમજૂતીથી આયોજન થાય તે માટેનો છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ અને આદિવાસી મંત્રી કુબેરભાઈ ડિંડોરની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંતરામપુર અને કડાણાના 90 ગામો માંથી આશરે 2500 જેટલો માનવ સમુદાય એકત્રિત થયો હતો. વિવિધ સરકારી વિભાગો, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, પંચામૃત ડેરી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત વિવિધ યોજનાઓના સ્ટોલ યોજવામાં આવ્યા હતા. કચ્છ જીલ્લામાં કુનરીયા ગ્રામ પંચાયતમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવેલ છે. આ બાલિકા પંચાયતના સરપંચ ભારતીબેન હાજર રહ્યા હતા. જેઓ એ મહિલાઓને મીટિંગમાં જવા માટે અને ગ્રામ સભામાં ભાગ લેવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. રાજ્ય મંત્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા ગામના લોકોને જૂની પરંપરાગત ખેતી કરવા માટે અને જંગલ અને ખેતીની જમીનની ફળદ્રુપતા જાળવવા આગ્રહ કર્યો હતો સંતરામપુરના ગામોની મહિલાઓ દ્વારા જંગલ જમીન ઉપર સમુદાયિક વન અધિકાર અંતર્ગત તૈયાર કરેલ દસ્તાવેજો અને પીવાના પાણી બાબતે પ્રશ્ર્નોની રજુઆત કરવામાં આવી હતી.
સંવાદમાં જુદા જુદા વિષયોના કુલ 22 સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં ગામમાં વિવિધલક્ષી પ્રશ્ર્નોનોનાં નિકાલ લાવવા, સર્વાંગી વિકાસ માટેના લોક સહભાગીદારી સાથે ગ્રામ પંચાયત વિકાસ આયોજન કેવીરીતે બનાવવું, સરકારની વિવિધ યોજનાઓ, ખાસ કરીને મહિલાલક્ષી યોજનાઓ, સામુહિક વન અધિકાર અધિનિયમ 2006 તેમાં મહિલાઓની ભાગદારી વધારવી, સુધારેલ બિયારણ, જીવામૃત, બીજમૃત, વર્મી કમ્પોસ્ટ ખાતર, અજોલા, મલ્ચીંગ તથા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને સજીવ ખેતીના ફાયદા, બાળકો, કિશોરી, સગર્ભા અને ધાત્રી માતાઓનું આરોગ્ય અને પોષણયુક્ત આહાર, શિરોહી બકરાના પાલન દ્વારા આવક વધારવી, પાણીનું સામુહિક વ્યવસ્થાપન કરી ભૂગર્ભ સ્તર ઊંચું લાવી તેના વ્યવસ્થાપન દ્વારા ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરવી જેવા જુદા જુદા વિષયો અંગે લોકોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.