કોફી વીથ ડી.ડી.ઓ. કાર્યક્રમથી સરપંચો અને તલાટીઓમાં ખુશીની લહેર

ડાકોર, ખેડા જીલ્લામાં હાલમાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે શિવાની ગોયલ ફરજ બજાવે છે. તેઓના દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવી આમ પ્રજામાં સરકારી લાભો પહોંચે અને નાગરિકો પોતાની ફરજો પ્રત્યે સભાન બનશે તે માટે અર્થાક પ્રયત્નો કરવામાં આવે છે.

આવા કાર્યક્રમના ભાગરૂપે તેઓ દ્વારા ” કોફી વીથ ડી.ડી.ઓ.” શરૂ કરાયો છે. તાજેતરમાં તેઓ દ્વારા ખેડા જીલ્લાના 31 ગામોના સરપંચોને કોફી માટે આમંંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં તેઓએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા, પાણી, ગટર વ્યવસ્થા, ઘન અને પ્રવાહી કચરાંના નિકાલની કામગીરી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મનરેગા પ્લાસ્ટીક મુકત પંંચાયત, સફાઈ કર્મી ઉત્કર્ષ અને વૃક્ષારોપણ સહિતના ગ્રામ વિકાસના મુદ્દાઓ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. તેમજ હાજર સરપંચો તથા તલાટીઓના સૂચનો સ્વીકાર્યા હતા. તેમજ અલગ અલગ ગ્રામ પંચાયતો દ્વારા થતી કામગીરી સમીક્ષા કરી હતી.

આ કાર્યક્રમમા હાજર સરપંચો તલાટીઓમાં સુંદર માર્ગદર્શન મળતા ખુશીની લહેર જોવા મળી હતી.