દર્દી નારાયણની સેવાના ઉદ્દેશ સાથે ભાનેર ગામે સત્વ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ફ્રિ મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન : વિના મુલ્યે દવાઓનુંં વિતરણ

ડાકોર, કઠલાલ તાલુકાના ભાનેર ગામે સત્વ મલ્ટીસ્પેશયાલીટી હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ કરી સમાજ સેવાનું સુંદર ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં કઠલાલ તાલુકાના ભાનેર ગામે સત્વ મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ દ્વારા ફ્રિ મેડિકલ ચેકઅપ કેમ્5 યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.

હાલમાં હોસ્પિટલો દ્વારા દર્દીઓના ખિસ્સા ખાલી કરવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે સત્વ હોસ્પિટલ દ્વારા ફ્રિ મેડિકલ ચેકઅપ કેમ્પનુંં આયોજન કરી સમાજ સેવાની સફરમાં પોતાના નિષ્ણાંત ઓર્થોપેડિક સર્જન, ગાયનેક ર્ડાકટર્સ તથા ફિજીશીયન ડોકટર્સ દ્વારા દર્દી નારાયણની સેવા અર્થે કેમ્પમાં યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. જેનો અસંખ્ય લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ચેકઅપ બાદ દર્દીઓને વિનામુલ્યે જરૂરી દવાઓ આપવામાં આવી હતી. જે સરાહનીય છે.

આ કેમ્પમાં ર્ડા. ગીતા રાઠોડ, ર્ડા. કુશલ સુથાર, ર્ડા.ચિરાગ પટેલ તેમજ સત્વ મલ્ટીસ્પેશયાલીટી હોસ્પિટલના 15 થી વધુ વ્યકિતઓ દ્વારા પોતાની સેવાઓ અપાઈ હતી.

આ પ્રસંગે ભાનેર ગામના સરપંચ સુધાબેન સોલંકી દ્વારા કેમ્પ ને સફળ બનાવવા પ્રયત્નો કર્યા હતા અને પોતાના ગામમાં આ કેમ્5નુંં આયોજન કરનાર સત્વ મલ્ટીસ્પેશયાલીટી હોસ્પિટલના મેનેજમેન્ટનો આભાર વ્યકત કર્યો હતો.