ગોધરા ફાયનાન્સ પેઢીના ચેક રિટર્ન કેસના આરોપીને એક વર્ષની સજા

ગોધરા, ગોધરા સારથી એસોસિએટના મેનેજર હસમુખભાઈ પંડ્યા (રહે.પાંજરાપોળ, ગોધરા)એ આપેલી ફરિયાદ મુજબ તેમની ફાયનાન્સ પેઢીમાંથી ગોધરાના રાજેશ ટ્રેડિંગના માલિક રાજેશકુમાર ઠકકરે રૂ.15 લાખની લોન લીધી હતી. તેની ચુકવણી પેટે ફાયનાન્સ પેઢીને એસ.બી.આઈ.ગોધરાનો રૂ.10.30 લાખનો ચેક લખી આપેલ હતો. પરંતુ તે ચેક ક્લિયરીંગમાં મોકલતા ચેક પરત ફરતા ફાય.પેઢીએ રાજેશકુમારને નોટિસ આપવા છતાં રાજેશકુમારે ચેકની રકમ ચુકવી નહિ. તેથી પેઢીએ ગોધરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ગોધરા કોર્ટમાં ચાલતા રજુ થયેલ પુરાવાઓ અને ફાયનાન્સ પેઢીના એડવોકેટ અશોક સામતાણીની દલીલોને ઘ્યાનમાં લઈને ગોધરાના ચીફ જયુ.મેજી.જજ હિતેશ જયંતિલાલ તન્નાએ આરોપી રાજેશકુમારને ચેક રિટર્ન થવાના ગુનામાં કસુરવાર ઠેરવી 1 વર્ષ કેદની અને ફાય.પેઢીને ચેકની રકમના રૂ.10.30 લાખ વાર્ષિક 9 ટકા વ્યાજ સહિત વળતરનો દાખલો બેસાડતો હુકમ કર્યો છે.